Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

શીરેસ્તેદાર રાણા લાવડીયાની ત્વરીત કામગીરી અને ઢાંકના યશનું સપનું ધુંધળુ બનતા અટકયું

એક કલાકમાં તમામ સર્ટીફીકેટ મેળવી સીટી પ્રાંત-ર સમક્ષ રજૂ કર્યાઃ ઢાંકમાં આડેધડ વરસાદ હતો છતાં કામગીરીઃ કલેકટરને આભાર માનતો પત્ર પાઠવ્યો

રાજકોટ તા. ર૧ :.. ઉપલેટાના ઢાંકના અરજદાર યશ ભરતભાઇ રાણપરીયાએ કલેકટરશ્રીને પત્ર પાઠવી કલેકટર તંત્રના હકારાત્મક અભિગમ માટે આભાર વ્યકત કર્યો હતો. વિગતો જણાવેલ કે, યશ ભરતભાઇ રાણપરીયા ગામ ઢાંક તા. ઉપલેટા, જી. રાજકોટને ધોરણ-૧ર માં ૮૧ ટકા આવ્યા અને એમ. બી. બી. એસ. માં પ્રવેશ મળ્યો. જેના ડોમીસાઇલ સર્ટીની ખરાઇ માટે શ્રી નાયબ કલેકટર શ્રી, જાનીને ત્યાં તા. ૧૭-૭-ર૦૧૮ ના રૂબરૂ બોલાવેલ શ્રી જાનીની ટીમે ધોરણ-૧ થી ૭ ના માર્કશીટની નકલો, ધોરણ-૮ થી ૧૦ અને ધોરણ ૧૧ થી ૧ર ની માર્કશીટ, સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ રજૂ કરવા બપોરના ૩ વાગ્યાનો સમય આપ્યો હતો.

અમોએ મેડીકલ પ્રવેશ વખતે ધોરણ-૧ર ને અસલ માર્કશીટ, સ્કુલ લીવીંગ સર્ટીફીકેટ જમા કરાવી દિધેલ. ધોરણ-૧ થી ૯ ની માર્કશીટ સાથે ન હતી. ઢાંકમાં ૧૧ ઇંચ વરસાદ પડેલ અને ધોધમાર ચાલુ વરસાદ હતો. રાજકોટ થી ઢાંક આવતા ૧૩૦ કિલો મીટર થાય. અને ભારે વરસાદ વચ્ચે બસમાં ત્યાં આવવા જવામાં આખો દિવસ નિકળી જાય. હવે શું કરવું ? પેટે પાટા બાંધીને ખેતીની ઓછી આવક જેમ તેમ કરીને પુત્રને ભણાવ્યો અને રાત-દિવસ એક કરીને અભ્યાસ કરી ડોકટરનું એડમીશન મળ્યું પણ ડોકટર થવાનું સપનું એક પળ માટે ધુંધળુ બની પ્રાંત અધિકારીશ્રી,જાનીને આ મુશ્કેલીની વાત કરતા સાંજના ૬ વાગ્યા સુધીમાં રજુ કરવાનો સમય આપ્યો.

પણ માર્કશીટ, લીવીંગ સર્ટી માટે શું કરવું? આવા સમયે અગાઉ ઢાંક ગામમાં જમાદાર રહેલા નારણભાઇએ અમોને જણાવ્યું હતું કે, કયારેય કામ હોય તો રાજકોટમાં મારા ભાઇ નાયબ મામલતદાર છે આ વા ત યાદ આવતાં, અમોએ તપાસ કરી તો તે ત્યાં જુની કલેકટર કમ્પાઉન્ડમાં જ છે. તેવું જાણવા મળ્યું હતું. આ પછી  શીરેસ્તેદાર  શ્રી આર.એસ. લાવડીયા (નાયબ મામલતદાર) એ આખી વિગત જાણી અને તુર્ત જ ઉપલેટા તાલુકા પંચાયતના કેળવણી નિરીક્ષકનો સંપર્ક કરેલ. તેમજ પ્રાથમિક શાળા આચાર્યનો સંપર્ક કરી લીવીંગ સર્ટીફીકેટ વોટ્સએેપ દ્વારા મેળવી આપેલ, એવી જ રીતે હાઇસ્કૂલના આચાર્ય પાસેથી લીવીંગ સર્ટીફીકેટ એક જ કલાકમાં મેળવી આપેલ, અમો જે કામ અઠવાડીયામાં ન થાય તે આધુનિક ટેકનોલોજીથી મેળવી ખરી નકલના સહી સિક્કા કરી કોઇ અપેક્ષા, નહી કોઇ દેખાડો, નહી કોઇ ઉપકાર એવા ભાવથી આંખની ઓળખાણે મદદરૂપ થયા તે કયારેય ભુલી શકીશું નહી તેમ યશ રાણપરીયાએ કલેકટરને લખેલ પત્રમાં ઉમેર્યુ હતંુ.

(4:03 pm IST)