Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

માધાપર ચોકડી સ્થીત સ્વામીનારાયણ મંદિરે કાલે ભવ્ય ગુરૂપૂર્ણિમાં ઉત્સવઃ સંતોના સામૈયા

રાજકોટ તા. ર૧ : આવતીકાલે તા.રરને રવિવારે સવારે ૮-૩૦ થી બપોરના ૧ર વાગ્યા સુધી એસએમવીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર માધાપર ચોકડી ખાતે  ભવ્ય ગુરૂપૂર્ણિમાં ઉત્સવ ઉજવાશે.

દેશ વિદેશમાં લાખો મુમુક્ષુઓ જેમની દિવ્યાવાણીનો લાભ લેવા આતુરતાથી રાહ જોતા હોય છે.એવા પ.પુ.સત્સંકલ્પદાસજી સ્વામીશ્રી આ દિવ્ય અવસરે દિવ્યવાણીનો લાભ આપી અનેક મુમુક્ષને સુખિયા કરશે.

શ્રીજીમહારાજનો વ્હાલો સમાજ એટલે કે શ્રી સ્વામિનારાયણ મંદિર વાસણા સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ ખાતે ઉજવવાનું નકકી થયેલ ત્યારે આ દિવ્ય સત્પુરૂષના પુજનનો લાભ રાજકોટ ખાતે મળી રહેલો છે. ત્યારે રાજકોટ ધર્મપ્રિય સત્સંગી સમાજને લાભ લેવા પધારવતા હાર્દિક નિમંત્રણ પાઠવાયુ છે.

આ અણમોલ ઉત્સવમાં સંસ્થાના સંસ્થાપક દિવ્ય સત્પુરૂષ ગુ.પ.પૂ. બાપજી (અનાદીમુકત સદ્દગુરૂ શ્રી દેવનંદન દાસજી સ્વામીશ્રી)ના ગુરૂપૂજનનો લાભ મળશે રાજકોટમાં એસએમવીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર ખાતે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ ઝોનનો ગુરૂપૂર્ણિમાં મહોત્સ્વ ઉજવવામાં આવી રહેલ છ.ે ગુરૂપૂર્ણિમાના દિવસે રાજકોટ, મોરબી, જામનગર, પોરબંદર, જુનાગઢ, ભાવનર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છના તમામ જીલ્લા/તાલુકામાંથી હજજારો હરિભકતો મોટી સંખ્યામાં ઉપિસ્થત રહેશે.

આ પ્રસંગે સવારે ૮-૩૦ થી ૯-૩૦ ગુરૂવર્ય પ.પૂ.બાપજી તથા પ.પૂ. સ્વામીશ્રીનું સામૈયું થશે ત્થા ૯-૩૦ થી ૧ર કિર્તન ભકિત, પ.પૂ.સ્વામીશ્રીની દિવ્યવાણી, ગુ.પ.પૂ. બાપજીના દિવ્ય આશીર્વાદ મંદિર હોલ ખાતે થશે સ્થળ અયોધ્યા ચોક ૧પ૦ ફુટ રીંગ ખાતે થશે.

આ દિવ્ય અવસરમાં પધારવા સૌ સંતો વતી આમંત્રણ પાઠવી રહ્યા છ.ે ભકત સ્વામી, નિર્માન સ્વામી, મૂર્તિ સ્વામી, અદ્દભુત સ્વામી, નિર્મળ સ્વામી, સર્વસ્વ સ્વામી, પૂ.કૃપા, સ્વામી ગુણનીધી, સ્વામી, પૂ.ભજન, સ્વામી પુ.વર્તન સ્વામી, પૂ.શ્રવણ સ્વામી, પૂ.સર્વેશ્વર સ્વામી, પૂ. વર્ધભુષણસ્વામી, પૂ.નિયમસ્વામી સૈ હરિભકતોને સૌ સંતો તથા રાજુભાઇ સોની, ચંદુભાઇ સુરેજા, પ્રકાશભાઇ સેજપાલ, હાર્દિકભાઇ કોટક, અજીત કાછિઆ, અરૂણભાઇ નિર્મળ, રજનીભાઇ પ્રજાપતિ, મુકેશભાઇ પ્રજાપતિ, હેતલભાઇ કોટક, યોગીરાજસિંહ જાડેજા, દામજીભાઇ શિંગાળા, વિજયભાઇ સાવલિયા, મહેશભાઇ સાવલિયા, જીગ્નેશભાઇ પટેલ, ભુપતભાઇ રાદડિયા, બાવનજીભાઇ જીણજા, જયશેભાઇ સોલંકી, નીરવભાઇ કાનાબાર, પ્રદ્યુમનભાઇ કાનાબાર રમેશભાઇ રૂડક્રિયા, દિવ્વિજયસિંહ ગોહિલ, રમેશભાઇ પીપળીયા, દિલીપભાઇ ઠકકર, સૌરભભાઇ વ્યાસ, જયંતીભાઇ વિડજા, અશોકભાઇ સુચક વિનોદભાઇ ઝાલા, મેણંદભાઇ આહીર, કેતનભાઇ સોની, હરિભાઇ ચીકાણી, મહેશભાઇ ચીકાણી, હિતેશભાઇ સુરેજા, ચિરાગભાઇ રૂડકિયા, સુરેશભાઇ સરધારા  તથા એસએમવીએસ સત્સંગ મંડળના ભાવ પૂર્વક આમંત્રણ છે

(4:03 pm IST)
  • દાહોદના ફુલપુરા ગામના તળાવમાં એક જ કુટુંબના બે બાળકો ડુબી જતા મોત access_time 11:24 pm IST

  • ૩ કરોડની જુની નોટ સાથે ૫ની ધરપકડ પુણેમાં પોલીસ ૫ લોકોની ૫૮૦ અને ૧૦૦૦ના દરની જુની ચલણી નોટો સાથે ધરપકડ કરી હતી. નોટોની કિંમત લગભગ ૩ કરોડ જેટલી છે: પોલીસે આ અંગે તપાસ આદરી છે access_time 11:39 am IST

  • ચોરી પ્રકરણમાં માહિતી આપનારને યુવરાજ કેસરીસિંહ દ્વારા રૂ.૫ લાખના ઈનામની જાહેરાત : વાંકાનેરના રણજીત વિલાસ પેલેસમાં ચોરી થઈ હતી : ચોરીનો આંક રૂ.૮ લાખથી વધીને રૂ.૩૪ લાખ થયો access_time 6:02 pm IST