Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

જીલ્લા રજીસ્ટ્રાર (સહકારી મંડળી)ના કર્મચારીની તરફેણમાં હાઇકોર્ટનો ચુકાદો

રાજકોટ તા.૨૧: રાજકોટ શહેરમાં બહુમાળી ભવનમાં આવેલ જીલ્લા રજીસ્ટ્રાર સહકારી મંડળીમાં કાર્યાલય અધિક્ષક તરીકે ફરજ બજાવતા ભવાનભાઇ પોપટભાઇ મેંદપરાની તરફેણમાં ડીસ્ટ્રીકટ અદાલતનો જન્મ તારીખમાં સુધારો કરવા સબંધે માર્ચ-૨૦૦૬માં ચુકાદો આપેલ જેના અનુસંધાને સરકારી રેકર્ડમાં જન્મ તારીખ અંગે સુધારો કરવામાં આવેલ જેને એક દશકો પસાર થયા બાદ ગાંધીનગરના અધિક રજીસ્ટ્રાર અધિકારીએ (વહીવટ) કૃષી અને સહકાર વિભાગના અધિકારીએ ડીસ્ટ્રીકટ કોર્ટના હુકમ વિરૂધ્ધ જઇ કર્મચારીને જુની તારીખ મુજબ વયનિવૃતિનો હુકમ કરવામાં આવેલ હતો.

આ કામમાં સરકારશ્રીએ ડીસ્ટ્રીકટ કોર્ટના સને-૨૦૦૬ના ચુકાદા સામે ગુજરાત હાઇકોર્ટમાં સેકન્ડ અપીલ દાખલ કરીને જે વીલંબ ૪૦૩૮ દિવસોનો થયેલ છે તે વિલંબ માફ કરવા માટેની કાર્યવાહી કરેલ જેને કર્મચારી તરફથી વિરોધ કરવામાં આવેલ હતો.

આ કામમાં પક્ષકારોના વકીલશ્રીને તથા રેકર્ડને ધ્યાને લઇને તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ધ્યાને લઇને સરકારી કચેરીમાં નોટીગ કરવાની કાર્યપધ્ધતીમાં જયારે સમય પસાર થયેલ હોય તે આધુનીક યુગમાં સ્વીકારી શકાય તેમ નથી તેમજ લીમીટેશનનો કાયદો દરેકને બંધનકર્તા છે જેમાં સરકારશ્રી પણ બાકાત નથઈ જેથી સરકારી ખાતુ તેની એજન્સીઓ દ્વારા વ્યાજબી અને સ્વીકારી શકાય તેવો વિલંબ સબંધેનો ખુલાસો શુધ્ધ બુધ્ધીથી કરવો જોઇએ જે ૧૦ વર્ષ કરતા વધુ સમયનો ખુલાસો રજુ કરવા સરકારશ્રી નિષ્ફળ ગયેલ હોય જેથી ગુજરાત હાઇકોર્ટના ન્યાયમુર્તિશ્રી જે.બી.પારડીવાલાએ સરકારની વિલંબ માફની અરજી નામંજુર કરેલ છે હુકમ ફરમાવવામાં આવેલ છે જેથી કર્મચારીની તરફેણમાં ડીસ્ટ્રીકટ અદાલતનો ચુકાદો ''યથાવત'' રાખવામાં આવેલ છે.

આ કામમાં કર્મચારી શ્રી મેંદપરા ભવાનભાઇ પોપટભાઇના એડવોકેટ દરજજે અમદાવાદના એડવોકેટશ્રી જે.જે.યાજ્ઞિક તથા રાજકોટના એડવોકેટશ્રી શ્રી લલિતસિંહ જે.શાહી, ભુવનેશ એલ.શાહી, કૃણાલ એલ.શાહી, ચંદ્રકાંત એમ.દક્ષીણી, યોગેશ બારોટ, તેજશ પટેલ, સુરેશ ફળદુ, વિનય ઓઝા, ધર્મેન્દ્ર ગઢવી, હીતેષ ગોહેલ, મનીષ ગુરૃંગ, નિશાંત જોષી તથા પાર્થ પી.ચૌહાણ રોકાયેલા હતા.(૭.૪૧)

(3:59 pm IST)