Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

લાખોના ચેકરિટર્ન કેસમાં વિજયવાડાની કન્ટ્રકશન કંપનીના પ્રોપરાઇટર સામે ફરિયાદ

રાજકોટ તા.૨૧: રૂ.બાર લાખ ૫૭ હજારની કિંમતના ચેકોરિટર્ન થતા શ્રી શાઇ માધા કન્ટ્રકશનના પ્રોપરાઇટર વિરૂધ્ધ કોર્ટમાં ફરિયાદ થતા કોર્ટે આરોપી સામે સમન્સ કાઢવાનો હુકમ કર્યો હતો.

આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી વૈભવ એન્ટરપ્રાઇઝના પ્રોપ્રાઇટર પરેશભાઇ જેઠાલાલ વણોલ,રહે.બુટભવાની કૃપા, બાબરીયા કોલોની, રાજકોટ વાળાએ આરોપી હૈદરાબાદ તેમજ વિજયવાડા કન્સ્ટ્રકશનનો ધંધો કરતા શ્રી શાઇ મુગ્ધા કન્સ્ટ્રકશનના પ્રોપ્રાઇટર વસંતકુમાર ગ્રહપતી અગાઉ આરોપીએ ફરીયાદીને બોરવેલનું કામકાજ સોંપેલ હતું જે કામકાજથી સંતુષ્ઠ થતા અમો ફરીયાદી સાથે આરોપી સાથે કોન્ટેકટ થતા આ કામના આરોપીએ મોટા કોન્ટ્રાકટ આપેલ જે કોન્ટ્રાકટ મુજબ ફરીયાદી બોરવેલની ગાડીઓ લઇ વિજયવાડા મુકામે ગયેલ અન આરોપીના કહેવા મુજબ બોરવેલનું મંજુરી કામ કરી આપેલ જે કામની મજુરીકામ પેટે આરોપીએ ફરીયાદીને રૂ.૯૬૦૦૦૦/- (નવ લાખ સાંઇઠ હજાર પુરા) તેમજ રૂ.૨૯૭૦૦૦ (બે લાખ સીંતેર હજાર પુરા) ના અલગ અલગ બે (૨)ચેકો આપેલ. આ ચેકો ફરીયાદીએ પોતાની બેન્કના ખાતામાં જમા કરતા જે ચેકો રીર્ટન થતા આરોપીને ઉપરોકત રકમની નોટીસ ફરીયાદીના એડવોકેટ બકુલ રાજાણીએ પાઠવેલ હતી જે મળવા છતા આરોપીએ ફરીયાદીનું કાયદેસરનું લેણું ચુકવવા નિષ્ફળ જતા ફરીયાદીએ રાજકોટની કોર્ટમાં નેગો.ઇન્સ્ટુમેન્ટ એકટની કલમ ૧૩૮ હેઠળ ફરીયાદ દાખલ કરેલ જેથી ફરીયાદીના એડવોકેટ દ્વારા રજુ કરાયેલ દસ્તાવેજી પુરાવા લીસ્ટ સાથે ફરીયાદ દાખલ કરતા કોર્ટએ આરોપી સામે નેગો.ઇન્સ્ટુમેન્ટ એકટની જોગવાઇ હેઠળ ગુન્હો કરેલ હોય જેથી આરોપી વિરૂધ્ધ સમન્સ ઇસ્યુ કરવા કોર્ટએ હુકમ કરેલ હતો.

આ કેસમાં રાજકોટના સીનીયર ધારાશાસ્ત્રી બકુલ રાજાણી, રાજેન્દ્રસિંહ ગોહિલ, પ્રકાશ પરમાર, ભાવેશ હાપલીયા, ઇન્દુભા રાઓલ, સતીશ મુંગરા, અમીત જનાણી, કલ્પેશ સાકરીયા વગેરે રોકાયેલ હતા.(૭.૪૨)

(3:58 pm IST)