Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ધી ઓરીએન્ટલ ઇન્સ્યુરન્સ વીમા કંપનીને વળતર ચુકવવાનો ગ્રાહક ફોરમનો હુકમ

રાજકોટ, તા.૨૧: ધી ઓરીએન્ટલ ઇન્સ્યુરન્સ વીમા કંપનીને વળતર ચુકવવાનો હુકમ ગ્રાહક સુરક્ષા ફોરમે ફરમાવેલ હતો.

આ કેસની હકીકત એવી છે કે, શ્રી યોગેશ્વર સીલેકશન, ઠે- ધમેન્દ્ર રોડ, રાજકોઠ પોતાની માલીકીની દુકાનનાં તથા કાપડાના રક્ષણ માટે વીમો લીધેલ હતો તે સમયગાળા દરમ્યાન અતિ ભારે વરસાદના કારણે દુકાનમા પાણી ભરાઇ ગયેલ હતું. એન દુકાનમા રહેલ રેડીમેટ કાપડ તથા ફર્નીચરને નુકશાનની રકમ મળવાપાચ્ર છે અને સામાન્ય રકમ ફરીયાદીને મોકલતાં ફરીયાદીએ સદરહુ રકમ સ્વીકારેલ નહી અને ગ્રાહક સુરક્ષા ફોરમમા ફરીયાદએ સદરહુ રકમ સ્વીકારેલ નહી અને ગ્રાહક સુરક્ષા ફોરમમાં ફરીયાદ કરેલ.

ફરીયાદીના વકીલ તથા વીમા કંપનીએ લેખીત દલીલો કરેલ જેમા ફોરમે સર્વેયરના રીપોર્ટને ગેરવાજબી ગણી અને ફરીયાદીને રૂ. ૪૨,૨૯૨/- વાર્ષિક ૭%ના ચડત વ્યાજ સાથે તથા ૩૦૦૦/-માનસીક દુઃખ, ત્રાસ બાબતે ધી ઓરીએન્ટલ ઇન્સ્યુરન્સ વીમા કંપનીએ ફરીયાદીને ચુકવવા તેવો હુકમ કરેલ છે.

આ કામે ફરીયાદી તરફે વકીલશ્રી અનિલભાઇ એલ. ટીમાણીયા રોકાયેલા હતા.(૨૨.૧૧)

(3:58 pm IST)