Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

કલેકટર તંત્રમાં ફરિયાદ-સંકલનઃ એકપણ ધારાસભ્ય ફરકયા નહીઃ કુંવરજીભાઇ ભાજપમાં આવી જતાં પ્રશ્નો નહિવતઃ તંત્રને શાંતિ

મોડે મોડેથી લાખાભાઇ પ્રશ્નો સાથે આવ્યાઃ પુરવઠા સલાહકારમાં પણ નિરસ મીટીંગ

રાજકોટ તા.૨૧: દર મહિને કલેકટર કચેરીમાં યોજાતી ફરીયાદ-સંકલનની મીટીંગમાં આજે ભાજપ કે કોંગ્રેસના કોઇ ધારાસભ્ય ફરકયા ન હતા, મીટીંગ નિરસ બની રહી, જાણે રામરાજ પ્રજાસુખી તેવો તાલ સર્જાયો હતો, તંત્રે પ્રશ્નો ન આવતા નિરાંતનો-શાંતિનો શ્વાસ લીધાની ભારે ટીકા થઇ રહી છે.

તાજેતરમાં ભાજપ સરકારમાં જોડાયેલા ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાના દર વખતે ૬૦ થી વધુ પ્રશ્નો હોય છે, ૧૧ થી ૧ તો તેમની જ પ્રશ્નોતરી ચાલતી હોય છે, પરંતુ તેઓ હવે સરકારમાં આવી ગયા એટલે તંત્રના પ્રશ્નોનો છેદ ઉડી ગયો હતો, મોડે મોડેથી ધારાસભ્ય લાખાભાઇ આવ્યા પણ સામાન્ય પ્રશ્નોનો નિકાલ કરી દેવાયો હતો, આજની પુરવઠા સલાહકાર સમિતિની મીટીંગ પણ નિરસ બની રહી હતી, કોઇ મહત્વના નિર્ણયો લેવાયા ન હોવાનું સાધનોએ ઉમેર્યુ હતું.(૧.૨૧)

 

(3:58 pm IST)