Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

પૂ. સુશાંતમુનિ મ.સા. તથા પૂ. નમ્રમુનિ મ.સા.સહિત ૭૫ સંત-સતીજીઓની નિશ્રામાં

જૈન સમાજના ધો. ૧ થી ૧ર ના તેજસ્વી તારલાઓનું કાલે બહુમાન

મહાવીર સેવા ટ્રસ્ટ તથા જૈન પ્રોગ્રેસીવ ગ્રુપ દ્વારા રોયલપાર્ક ઉપાશ્રય–સી.એમ.પૌષધશાળા ખાતે આયોજન

રાજકોટઃ તા.૨૧, છેલ્લા ૩૧ વર્ષથી સમસ્ત જૈન સમાજના તેજસ્વી તારલાઓનું સન્માન, સમસ્ત જૈન સમાજની પ્રેરણાથી તેમજ શ્રી મહાવીર સેવા ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે. ગુજારત રત્ન પૂ. સુશાંતમુનિ મ.સા. એવમ રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મ.સા.ની નિશ્રામાં ધોરણ ૧ થી ૧ર નાં તેજસ્વી તારલાઓનું સન્માન તા. રર ને રવિવારે બપોરે ર વાગ્યે શ્રી રોયલપાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંઘ – સી.એમ.પૌષધશાળા–ઓમાનવાળા ઉપાશ્રય ૩/૮ રોયલપાર્ક, કાલાવડ રોડ, જી.ટી.શેઠ સ્કુલ પાછળ,   ખાતે કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ સન્માન માટે પોતે જ હાજર રહેવુ ફરજીયાત રહી  આપેલ પહોંચ સાથે લાવવી  ફરજીયાત છે. તેજસ્વી આ પ્રસંગે માતુશ્રી વિજયાબેન માણેકચંદ શેઠ પરિવાર (શેઠ બિલ્ડર્સ), રાજુભાઈ શાહ (કેસ્ટ્રોલવાળા), માતુશ્રી ઈન્દીરાબેન અનંતરાય કામદાર (જુલીયાણા) હસ્તે શ્રી નીતીનભાઈ કામદાર તથા રતિગુરૂ ચેરીટેબલ ટ્રસ્ટ હસ્તે શ્રી ટી.આર. દોશી તથા મુખ્ય મહેમાન તરીક ે મેયર   બીનાબેન આચાર્ય, ડે.મેયરશ્રી અશ્વિનભાઈ મોલીયા, એડી. કલેકટર હર્ષદભાઈ વોરા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણી, અશોકભાઈ મોદી, કે.પી.શાહ, સુરેશભાઈ કામદાર, મયુરભાઈ શાહ, જીતુભાઈ બેનાણી, ઈશ્વરભાઈ દોશી, પ્રવિણભાઈ કોઠારી, એડવોકેટ કમલેશભાઈ શાહ, સી.પી.દલાલ સાહેબ, મનોજભાઈ ડેલીવાળા, કેતનભાઈ શેઠ, શીરીષભાઈ બાટવીયા, કિરીટભાઈ શેઠ, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, મીતલભાઈ ખેતાણી, રમેશભાઈ ઠકકર (ગીરીરાજ), પ્રતિકભાઈ કામદાર (જે.કામદાર), સૌરાષ્ટ્ર યુનીવર્સીટી સીડીકેન્ટ સભ્ય મેહુલભાઈ રૂપાણી, અમીનેષભાઈ રૂપાણી, જીતુભાઈ કોઠારી,  સુજીતભાઈ ઉદાણી, ડોલરભાઈ કોઠારી, જીતુભાઈ ચા–વાળા, જયવંતભાઈ મહેતા, વિગેરે ભાવુકો દ્વારા તેજસ્વી તારલાઓનું સન્માન થશે. સી.પી. અગ્રવાલ  તથા કલેકટરશ્રી ગુપ્તા  તથા મ્યુ. કમિશ્નરશ્રી બંછાનિધિ પાનીની શુભેચ્છા પ્રાપ્ત થયેલ છે. આ પ્રસંગે સૌરાષ્ટ્ર જીઓની ટીમ ઉપસ્થિત રહેશે. (૪૦.૮)

 

 

 

(2:33 pm IST)
  • આણંદમાં અચાનક વાતાવરણમાં પલટો:ધોધમાર વરસાદ ખાબક્યો:અનેક નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા:આણંદ જીલ્લાના વિસ્તારોમાં પણ મેઘમહેર access_time 1:10 am IST

  • જામનગરના દંડકદડ ગામના વૃદ્ધ ખેડૂત દેવસિંહ જાડેજાએ વાવેતર નિષ્‍ફળ જવાની બીકે આત્‍મહત્‍યા કરી હોવાનું જાણવા મળે છે access_time 11:24 pm IST

  • અરવલ્લી જીલ્લામાં ધોધમાર વરસાદ બપોર પછી ચાલુ access_time 6:01 pm IST