Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

ચુનારાવાડ નદી કાંઠે અને સોમનાથ સોસાયટીમાં જૂગારના દરોડાઃ ૧.૭૮ લાખ સાથે ૧૦ પકડાયાઃ ૫૮ હજારના દારૂ સાથે એક પકડાયો

દારૂ-જૂગારની બદ્દી ડામવા દરોડા યથાવતઃ ક્રાઇમ બ્રાંચ, તાલુકા પોલીસ અને માલવીયાનગરની કાર્યવાહી : ચુનારાવાડમાં ભૂપત અને વિક્રમ દેવીપૂજકે જૂગારનો અડ્ડો ચાલુ કર્યો'તોઃ સોમનાથ સોસાયટીમાં રાજેશ ડાભીના ઘરમાં દરોડોઃ સર્વોદયનો ભાવીન મકવાણા મવડીમાં ૧૪૫ બોટલ સાથે પકડાયો

દારૂ-જૂગારના કેસની કામગીરી કરનાર ક્રાઇમ બ્રાંચ તથા માલવીયાનગરનો સ્ટાફ અને જૂગાર રમતાં પકડાયેલા ૧૦ શખ્સો તેમજ દારૂ સાથે પકડાયેલો શખ્સ જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૧: શહેરમાંથી દારૂ જૂગારની બદ્દી દૂર કરવા પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જેસીપી એસ. એન. ખત્રી તથા ડીસીપી કરણરાજ વાઘેલા, ડીસીપી હર્ષદ મહેતાએ સુચના આપી હોઇ જુદા-જુદા પોલીસ મથકના સ્ટાફ અને બ્રાંચ દ્વારા દારૂ-જૂગારના દરોડાનો દોર યથાવત રાખ્યો છે. માલવીયાનગર પોલીસે  ૫૮ હજારના દારૂ સાથે એક શખ્સને પકડ્યો છે. ક્રાઇમ બ્રાંચે જૂગાર રમતાં ચાર શખ્સોને પકડી ૧ાા લાખની રોકડ કબ્જે લીધી છે, તો તાલુકા પોલીસે છ શખ્સોને જૂગાર રમતાં પકડી ૨૩ હજારની મત્તા કબ્જે કરી છે.

માલવીયાનગર પોલીસનો દારૂનો દરોડો

માલવીયાનગર પોલીસે વિરાણી હાઈસ્કૂલ પાછળ સર્વોદય સોસાયટીમાં રેલ્વેના પાટા સામે રહેતાં ભાવીન રમેશભાઇ મકવાણા (ઉ.૨૯)ને મવડી પ્લોટ-૧ લક્ષ્મી સોસાયટી મેઇન રોડ મમતા પેટ્રોલ પંપ વાળી શેરી બાલાજી ઇન્ડસ્ટ્રીઝ સામેથી રૂ. ૫૮૦૦૦ના ૧૪૫ બોટલ દારૂ સાથે પકડી લઇ તેની પાસેનું ૪૦ હજારનું એકટીવા પણ કબ્જે લેવાયું હતું.

પી.આઇ. એન. એન. ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ યુ. બી. જોગરાણા, હેડકોન્સ. રાહીદભાઇ સમા, કોન્સ. મુકેશ લોખીલ, દિલીપસિંહ જાદવ, મયુરસિંહ જાડેજા, કુલદીપસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, ભાવેશભાઇ ગઢવી, રાજદિપસિંહ જાડેજા સહિતે આ કાર્યવાહી નાઇટ પેટ્રોલીંગમાં હતાં ત્યારે મયુરસિંહ, કુલદીપસિંહ, હરપાલસિંહ અને ભાવેશભાઇની બાતમી પરથી કરી હતી.

ક્રાઇમ બ્રાંચે ૧ાા લાખ સાથે ૪ને પકડ્યા

ચુનારાવાડમાં નદી કાંઠે વિક્રમ દેવીપૂજક અને ભૂપત દેવીપૂજકે તિનપત્તીનું જૂગારધામ શરૂ કર્યાની બાતમી ડીસીબીના હેડકોન્સ. અનિલભાઇ સોનારા અને કોન્સ. રામભાઇ વાંક તથા હરદેવસિંહ રાણાને મળતાં દરોડો પાડી સંદિપ નરેન્દ્રભાઇ પારેખ (ઉ.૩૮-રહે. લક્ષ્મીવાડી-૧૦), પરેશ હન્સાભાઇ સરીયા (ઉ.૪૦-રહે. રામનાથપરા-૧૦), રાકેશ રમેશભાઇ વિરમગામા (ઉ.૨૦-રહે. કુબલીયાપરા-૬) તથા નિલેશ જગદીશભાઇ મકવાણા (ઉ.૩૦-રહે. જસરાજનગર-૬, રાધે હોટેલ પાછળ મવડી)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૧,૫૪,૬૨૦ની રોકડ કબ્જે લીધી હતી.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી એસ. એન. ખત્રી, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના તથા પી.આઇ. એચ. એમ. ગઢવીની રરાહબરી હેઠળ પીએસઆઇ એ. એસ. સોનારા, હેડકોન્સ. સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેષભાઇ ડામોર, કોન્સ. રામભાઇ વાંક, અજીતસિંહ પરમાર, હરદેવસિંહ રાણા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. જૂગારધામ ચાલુ કરનારા વિક્રમ અને ભૂપત દેવીપૂજકની શોધખોળ થઇ રહી છે.

તાલુકા પોલીસે પત્તા રમતાં ૬ને પકડ્યા

તાલુકા પી.આઇ. વી.એસ. વણઝારાની સુચના મુજબ પીએસઆઇ એન. ડી. ડામોર, હેડકોન્સ. હર્ષદસિંહ ચુડાસમા, કોન્સ. રાહુલ ગોહેલ, ગોપાલસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, અશોકભાઇ ડાંગર સહિતનો સ્ટાફ નાઇટ કોમ્બીંગમાં હતો ત્યારે અશોકભાઇ ડાંગર, વિરેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળતાં ૧૫૦ રીંગ રોડ પર સોમનાથ સોસાયટી-૨માં રાજેશ શામજીભાઇ ડાભી (ઉ.૫૦)ના ઘરમાં દરોડો પાડી તેને તથા મનસુખ નથુભાઇ નાગળુકીયા (ઉ.૩૪-રહે. લોધીડા તા. રાજકોટ), ભનુ વેલાભાઇ મકવાણા (ઉ.૩૫-રહે. લોધીડા તા. રાજકોટ), સુરેશ નથુભાઇ નાગળુકીયા (ઉ.૩૫-રહે. લોધીડા પાદરમાં), સંજય રણછોડભાઇ સોલંકી (ઉ.૨૮-રહે. રૈયા ગામ) તેમજ રમેશ પ્રેમજીભાઇ સોલંકી (ઉ.૪૦-રહે. લોધીડા)ને તિનપત્તી રમતાં પકડી લઇ રૂ. ૨૩૬૩૦ની રોકડ કબ્જે લીધી છે.

(12:48 pm IST)