Gujarati News

Gujarati News

News of Saturday, 21st July 2018

રૈયા રોડ વીજ સબ ડીવીઝનના ત્રણ લાઇનમેનોની જૂનીયર વડાવીયા વિરૂધ્ધ ચોંકાવનારી ફરીયાદ

ચાલુ વરસાદે લાઇટ ચાલુ કરવા બોલાવ્યા - સ્ટાફ ગયો તો મૂંઢ માર માર્યો - કાંઠલા પકડયા - અપશબ્દો કહયાની રાવ : આજે ચીફ ઈજનેર પાસે રીપોર્ટ જશે

રાજકોટ તા. ૨૦ : રૈયા રોડ વીજસબ ડીવીઝનના લાઇનમેન  લાઇન ઈન્સ્પેકટર તથા ઈલેકટ્રીક આસીસટન્ટ  એલ.એમ. તલસાણીયા, એલ.એમ ચૌહાણ અને એમ. કે  ખરાડીએ  સર્કલના અધિક્ષક  ઈજનેરને   જૂનીયર ઈજનેર વડાવીયાએ  તા. ૧૬ જુલાઇના રાત્રે તેમના ઘરે લાઇટ રીપેર કરવા , બંધ પડેલ લાઇટ ચાલુ કરવા ગયા ્ત્યારે કાઠલા પકડી - મૂંઢ માર માર્યાની ફરીયાદ કરતા સનસનાટી મચી જવા પામી છે.  ફરીયાદમાં જણાવેલ કે વરસતા વરસાદમાં - પાણી  ભરાવા છતા , અમે વડાવીયાના ઘરે ગયા ત્યારે આ જુનીયર ઈજનેરે કહેવાના અપશબ્દો  બોલી મુંઢ-માર  મારી, કાઠલો પકડીને  મનફાવે તેવુ  વર્તન કરેલ, તથા તમારા  પરમાર  સાહેબ ડે. કોઠારી સાહેબ મારૂ કાંઇ નહી કરી લે .. ત્રણેયની સવારે એટલે કે ૧૭મીએ  દશા બગાડી નાખીશ , એવી ધમકીઓ  આપ્યાની પણ ફરિયાદ થઇ છે. અધીક્ષક  ઈજનેરને  કરેલ ફરીયાદમાં પીજીવીસીએલના નિયમાનુસાર કડકમાં કડક પગલા વડાવીયા સામે ભરવા પણ માંગણી કરાઇ છે.  તેમજ વડાવીયાનુ ઘર કાલાવડ રોડ સબ ડીવીઝનમાં આવતુ હોવા છતા ઘરનો અમે ફોલ્ટ રીપેર કરવા ગયા હતા. તેમ પણ ઉમેર્યુ છે. દરમિયાન  આ બાબતે પીજીવીસીએલના ચીફ ઈજનેર શ્રી ગાંધીનો  સંપર્ક કરતા તેમણે  ઉમેર્યુ હતુ કે ફરીયાદની બાબત મળી છે. આમ સીટી સાહેબ શ્રી વ્યાસ રીપોર્ટ આવ્યા બાદ કસૂરવાન જવાબદાર જો કોઇ હોય તેની સામે કડક પગલા ભરાશે. (૧૭.૨)

(4:01 pm IST)