Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ખીરસરા ખાતે કોરોના વેકસીનેશનના મહાઅભિયાનનો પ્રારંભ કરાવતા કલેકટર : ૫૦ લોકોને રસીકરણ

રાજકોટ તા.૨૧ : સમગ્ર રાજયમાં આજરોજ ૨૧ જૂનથી આરંભાયેલા વેકિસનેશન  મહાઅભિયાન  'બધાને મફત કોરોના  વેકિસનેશન'નો શુભારંભ થઈ રહ્યો છે. જે અંતર્ગત રાજકોટ જિલ્લાના ખીરસરા(મેટોડા) પ્રાથમિક શાળા ખાતે જિલ્લા કલેકટર રેમ્યા મોહન અને જિલ્લા વિકાસ અધિકારી અનીલ રાણાવસીયાએ ઉપસ્થિત રહી વેકસીનેશન મહા અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો.

આ પ્રસંગે ડો. મીતેષ ભંડેરી, પ્રાંત અધિકારીશ્રી દેસાઈ, ગામના સરપંચશ્રી, અધિકારી – પદાધિકારીશ્રીઓ, ગામના આગેવાનો, આરોગ્ય કર્મીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહયાં હતા.

(5:06 pm IST)