Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

રૈયાધાર મફતીયાપરામાંથી આનંદ ઉર્ફે બાબુ દારૂના ૧ર ચપલા સાથે પકડાયો

યુનિવર્સિટી પોલીસનો દરોડોઃ આનંદ અગાઉ મારામારી અને દારૂના કેસમાં સામેલ

રાજકોટ તા. ર૧ : રૈયાધાર મફતીયાપરા પાસે ખુલ્લી જગ્યામા યુનિવર્સિટી પોલીસે દરોડો પાડી દારૂના ૧ર ચપલા સાથે એક શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ રૈયાધાર મફતીયાપરામાં એક ખુલ્લી જગ્યામાં એક શખ્સ દારૂના જથ્થા સાથે ઉભો હોવાની બાતમી યુનિવર્સિટી પોલીસ મથકના કેાન્સ બળભદ્રસિંહ તથા જેન્તીભાઇને બાતમી મળતા રૈયાધાર મફતીયાપરામાં દરોડો પાડી ખુલ્લી જગ્યામાંથી રૂ. ૧ર૦૦ ની કિંમતનો દારૂના ૧ર ચપલા સાથે આનંદ ઉર્ફે બાબુ રણછોડભાઇ પરમાર (ઉ.રર) (રહે રૈયાધાર મફતીયાપરા) ને પકડી લીધો હતો.

આનંદ અગાઉ યુનિવર્સિટી પોલીસ મથકમાં દારૂ અને મારામારી તથા ક્રાઇમ બ્રાંચમાં દારૂના કેસમાં પકડાઇ ચુકયો છે. આ કામગીરી પી.આઇ. એ.એસ.ચાવડાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એ.બી. જાડેજા હેડ કોન્સ રાજેશભાઇ, હરપાલસિંહ, યુવરાજસિંહ, જેન્તીગીરી, બળભદ્રસિંહ, અને બ્રિજરાજસિંહ સહિતે કરી હતી.

(5:04 pm IST)