Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

સ્વદેશી જામનગર મંચ દ્વારા પેટન્ટ ફ્રી રસીની માંગ

 રાજકોટ : સ્વદેશી જાગરણ મંચ-રાજકોટ દ્વારા (યુએવીએમ ટીમ દ્વારા) વિશ્વ જાગૃતિ દિવસ નિમિતે પેટન્ટ ફ્રી રસી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંચ અને અન્ય સંસ્થાઓ સાથે સંકળાયેલ સેંકડો સંસ્થાઓએ (ઘણી જગ્યાએ) કોવિડ રસીને સવ ર્સુલભ બનાવવા માટે પોસ્ટર અને બેનરો હાથમાં રાખી તેમાં ભાગ લીધો. આ અવસર પર સ્વદેશી જાગરણ મંચ-રાજકોટના સંયોજનક જયેશભાઇ ઝીંઝુવાડીયાએ કહ્યું કે કોવીડ રસીઓના મોટા પાયે ઉત્પાદન થવા માટે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન ટ્રીપ્સના કાયદાની જોગવાયની અંદર પેટન્ટ કાયદા અને બૌધ્ધિક સંપતિ હ્રકો કે અન્ય ફાર્મા કંપનીઓ આ રસીના ઉત્પાદનની મંજુરી નથી ૭.૮૭ અબજની વસ્તીને કોરોનાની પકડમાંથી બચાવવા માટે રસી અને દવાઓનું ઉત્પાદન વધારવા પેટન્ટ કાયદાઓમાં રાહતની જરૂરી છે. યુએવીએમ (સર્વ સુલભ વેકસીન અને દવાઓ) અને સ્વદેશી જાગરણ મંચ જેવી સામાજિક સંસ્થાઓના સભ્યો દ્વારા ઓનલાઇન અભિયાનો દ્વારા શરૂ કરવામાં આવી હતી. એક અરજી કુલપતિ અથવા સમકક્ષ પ્રતિષ્ઠીત વ્યકિતઓ માટે અને બીજી અરજી અન્ય લોકો માટે પહેલી અરજી પર દેશભરના ર૦૦૦ થી વધુ ખ્યાતનામ વ્યકિતઓ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. અને બીજી અરજી પર ૧૬ જુન સુધી ભારત અને વિદેશના ૧૪ લાખથી વધુ લોકો દ્વારા હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ અરજીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે કે (૧) વર્લ્ડ  ટ્રેડ ઓર્ગેનાઇઝેશન પેટન્ટ ફ્રી રસીઓ માટેની ટ્રીપસની જોગવાઇઓમાં રાહત આપે (ર) વૈશ્વિક દવા કંપની સ્વેચ્છાએ અન્ય ફાર્માસ્યુટિક કંપનીઓને કોવીડ ૧૯ રસી બનાવવા માટે ટેકનોલોજી હસ્તંતરણ સહિત પેટન્ટ મુકત અધિકાર આપે, (૩) સરકારો પોતાના સાર્વભૌમ અધિકારોનો ઉપયોગ કરી વધુ નવી દવા કંપનીઓને રસી બનાવવા માટે લાયસન્સ આપે (૪) સંબંધિત વ્યકિતઓ અને સંગઠનો માનવતા હેતું આ અીભયાનને સમર્થન આપે આ મુદ્દે વધુ જાગૃતિ અને સમર્થન સુનિશ્ચિત કરવા અને ડબલ્યુ ટીઓ દ્વારા ટ્રીપસ છુટને અંતિમ રૂપ દેવા માટે, વધુ લોકો દ્વારા દબાણ ઉત્પન્ન થાય તે માટે યુએવીએમ અભિયાનને એક પગલું આગળ વધારીને વિશ્વ્ જાગૃતતા દિવસે પેટન્ટ ફ્રી રસીકરણ કાર્યક્રમ ભારતના વિવિધ શહેરો, યુનિવર્સિટીઓ/કોલેજોમાં કરવામાં આવ્યો હતો સ્વદેશી જાગરણ મંચ રાજકોટ દ્વારા આયોજિત કાર્યક્રમ રમેશભાઇ દવે, પશ્ચિમ ક્ષેત્ર સંયોજક, મણીકભાઇ કંડીયા, જિલ્લા સંયકત, જયેશભાઇ ઝીંઝુવાડીયા મહાનગર સંયોજક ઉપરાંત વિનોદભાઇ પેઢડિયા,પ્રવિણભાઇ કાશીયાની, ગૌત્તમભાઇ પટેલ, અશોકભાઇ જાદવ, ઋષિભાઇ સાપરીયા, તપનભાઇ લાડાણી, જે.ડી.ઉપાધ્યાય, શાંતિભાઇ બગડા, રાજુભાઇ કકકડ, મિલનભાઇ સંતોકી, જયપ્રકાશ દવે, સ્વ. જા.મં.મહિલા વિભાગના નીલમબેન ભટ્ટ મહાનગર સંયોજક, નયનાબેન પેઢડિયા, સ્ટેન્ડિગ કમીટી સદસ્ય અને કોર્પોરેટર, કિરણબેન માકડીયા, ભા.જ.પા. શહેર મહિલા પ્રમુખ આ ઉપરાંત શીતલબેન ત્રિવેદી, ધાત્રીબેન ભટ્ટ, નીનાબેન વજીર, જાગૃતીબેન ખીમાણી, બિન્દુબેન ત્રિવેદી, રક્ષાબેન જોષી, જાગૃતિબેન દવે, દિપાલીબેન મલકાણ વગેરે ઉપસ્થિત રહેલ.

(5:01 pm IST)