Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

ભાજપ અનુ.જાતિ મોરચાની સૌરાષ્ટ્ર ઝોનની રાજકોટમાં મળી ગયેલ બેઠક

રાજકોટ : સંગઠન સંરચના બાદ સંગઠન પ્રક્રિયાને તેજ બનાવવા પ્રદેશ અનુ. જાતિ મોરચાના પ્રમુખ પ્રદ્યુમનભાઇ વાજા, મહામંત્રી વિક્રમભાઇ ચૌહાણ, ગૌતમભાઇ ગેડીયાની આગેવાની હેઠળ ગુજરાતના ચાર ઝોનમાં ઝોન વાઇઝ બેઠકનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. તે અંતર્ગત રાજકોટ શહેર ભાજપ કાર્યાલય ખાતે અનુ.જાતિ મોરચાની સૌરાષ્ટ્ર ઝોનની બેઠક મળી હતી. પ્રદેશ અનુ. મોરચાના અધ્યક્ષ પ્રદ્યુમનભાઇ વાજા, મહામંત્રી વિક્રમભાઇ ચૌહાણ, પ્રદેશ ઉપાધ્યક્ષ રાજુભાઇ અઘેરા, જીતુભાઇ મણવર, પ્રદેશ મંત્રી બાબુભાઇ ચાવડા, અનીલભાઇ ગોહેલ, પ્રદેશ અનુ.જાતિ મોરચાના કાર્યાલય મંત્રી અરવિંદભાઇ કટપરા સહીતના અનુ.જાતિ મોરચાના અગ્રણીઓએ ઉપસ્થિત રહી આગામી કાર્યક્રમો અંગે વિસ્તૃત માહીતી અને માર્ગદર્શન પુરા પાડયા હતા. તેમજ શહેર ભાજપ મહામંત્રી કિશોર રાઠોડ, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, મેયર ડો. પ્રદિપ ડવ, રાષ્ટ્રીય અનુ.જાતિ મોરચાના આમંત્રિત સભ્યભાનુબેન બાબરીયાએ પ્રાસંગિક પ્રવચન કરેલ. બેઠકનું સંચાલન શહેર ભાજપ ઉપપ્રમુખ અને શહેર ભાજપ અનુ.જાતિના મોરચાના પ્રભારી મહેશ રાઠોડે અને અંતમાં આભારવિધિ પ્રદેશ અનુ.જાતિ મોરચાના ઉપપ્રમુખ જીતુભાઇ મણવરે કરી હતી. સમગ્ર બેઠકને સફળ બનાવવા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રભારી મહેશ રાઠોડ, પ્રમુખ મહેશ અઘેરા, મહામંત્રી નાનજીભાઇ પારઘી, વજુભાઇ લુણાસીયાના માર્ગદર્શન હેઠળ શહેર ભાજપ અનુ.જાતિ મોરચાના કાર્યર્તાઓ દિલસુખ રાઠોડ, રવિ ગોહેલ, અનિલ શ્રીમાળી, પ્રવિણભાઇ સોઢા, મોન્ટુ વીસરીયા, શોભીત પરમાર, ડી. બી. ખીમસુરીયા, જયસુખ બારોટ, નરેશ ચૌહાણ અને કાર્યાલય પરિવારના રમેશભાઇ જોટાંગીયાએ જહેમત ઉઠાવી હતી.

(4:59 pm IST)