Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

વૃદ્ધો દરરોજ શવાસન પ્રાણાયામ અને સૂક્ષ્મ આસનો કરો

વધારે ઉંમરવાળા વૃધ્ધોએ નિયમીત રીતે બુધ્ધકોણાસન,   ત્રિકોણાસન અને કટિચક્રાસન કરવું જોઈએ. ત્રિકોણાસન હિપ અને સાંધાનો દુખાવો મટાડે છે. શ્વાસની ગતિ સામાન્ય રહેવાથી, બીપી પણ નિયંત્રિત થાય છે. બુધ્ધકોણાસન સરળતાથી થાય છે. પાચનની સાથે સાથે સાંધાની સમસ્યામાં પણ રાહત આપે છે. એ જ રીતે  કટિચક્રાસનથી કરોડરજ્જૂ સીધી રહે છે, હાથ અને પગની માંસપેશીઓમાં રાહત મળે  છે. આ સાથે રોગો પ્રમાણે જ પ્રાણાયામ કરવું જોઈએ. જેને  રોગ છે, તેઓએ નિષ્ણાંતની સલાહથી યોગ કરવા જોઈએ.

૧૦ મિનિટ શવસન કરો

જો તમે ૩૦ મિનિટ સુધી યોગ કરો છો, તો પછી ૧૦ મિનિટ શવસન કરો. તમારા શ્વાસની ગતિ પર ધ્યાન આપો. શવસનમાં બંને પગ વચ્ચે આઠ ઇંચનું અંતર રાખો. ગરદન એક બાજુ વળેલું, હથેળીઓ જમીનને સ્પર્શતી રાખો.

*જાણવુ જરૂરી

.આ રીતે કરો :  યોગ કસરતથી અલગ છે. વ્યાયામ એ એક ઝડપથી થનારી  ક્રિયા છે, જ્યારે યોગ એક સ્થિર ક્રિયા છે. ધીરે ધીરે, લયબદ્ધ અને આંચકા વગર યોગનો અભ્યાસ કરો. તે

 - ફીટ કપડા પહેરીને ન કરવું જોઈએ, ફાયદો ઓછો થાય છે. હંમેશાં હળવા અને સ્ફૂર્તીલા કપડા પહેરો.

- પર્વતો વગેરે જેવા સખત સ્થળોએ યોગ કરવાનું ટાળો. કેટલીક કાર્પેટ, યોગ મેટ પાથરવી આવશ્યક છે. 

 - યોગ દરમિયાન ઠંડુ પાણી ન પીવું જોઈએ. સામાન્ય પાણીનો એક એક ઘૂંટ પી શકો છો.  યોગના ચાર કલાક પહેલા અને યોગના એક કલાક પછી કંઈપણ ખાવુ જોઇએ નહીં

. ખાલીપેટ : યોગ કરતા પહેલા પૂરતી ઊંઘ લેવી  જરૂરી છે. સવારે ખાલી પેટ કરવું શ્રેષ્ઠ છે. જો તમારી પાસે સમય નથી, તો તમે સૂર્યાસ્ત પછી પણ કરી શકો છો. યોગ કરતા પહેલા દાંત અને જીભની સફાઇ કરવી જરૂરી છે. જો શક્ય હોય તો, સ્નાાન કર્યા પછી કરો. જો તમે નહાતા પહેલા યોગ કરો છો, તો પછી એક કલાક પછી જ સ્નાાન કરો. યોગ દરમિયાન શ્વાસ, છીંક આવવી, ખાંસીને રોકી રાખવી નહી. તે શરીરમાંથી દૂષિત પદાર્થોને દૂર કરે છે. યોગ પહેલાં હળવી  કસરત કરો. યોગ પછી જ પ્રાણાયામ અને ધ્યાન કરો. હળવી  કસરત શરીરને ગરમ કરે છે અને તેને યોગ માટે તૈયાર કરે છે અને ધ્યાન દ્વારા ઠંડક આપે છે. 

(5:11 pm IST)