Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

પડધરીના લૂંટ અને ધાડના ગુન્હામાં ૧૦ વર્ષથી વોન્ટેડ આરોપી પકડાયો

રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે પડધરી પંથકમાંથી દબોચી લીધો

રાજકોટ તા. ર૧ : પડધરીનાં લૂંટ અને ધાડના ગુન્હામાં ૧૦ વર્ષથી વોન્ટેડ આરોપીને રૂરલ પેરોલ ફર્લો સ્કવોડે ઝડપી લીધો હતો. જીલ્લાના નાસતા ફરતા આરોપીઓને ઝડપી લેવાની રૂરલ એસ. પી. બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ પેટ્રોલ ફર્લો સ્કવોડના પીએસઆઇ વી. એમ. કોલાદરા તથા ટીમ પડધરી પંથકમાં પેટ્રોલીંગમાં હતી ત્યારે પડધરીના લૂંટ-ધાડના ગુન્હામં ૧૦ વર્ષથી વોન્ટેડ આરોપી બાબુ ભારસીંગભાઇ આમલીયાર રે. નિશાર ફળીયુ તા. ધાનપુર જી. દાહોદ પડધરી પંથકમાં આવ્યો હોવાની બાતમી મળતા વોચ ગોઠવી તેને દબોચી લઇ પડધરી પોલીસના હવાલે કર્યો હતો. આ કાર્યવાહીમાં રૂરલ ફર્લો સ્કવોડના હેડ કો. પ્રભાતસિંહ પરમાર, વિરરાજભાઇ ધાંધલ, કરશનભાઇ કલોતરા, પો. કો. મહેન્દ્રસિંહ સોલંકી, ડ્રા. એ. એસ. આઇ. રાયધનભાઇ ડાંગર તથા ડ્રા. પો. કો. વિરમભાઇ સમેચા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(3:33 pm IST)