Gujarati News

Gujarati News

News of Monday, 21st June 2021

સિવિલ હોસ્‍પિટલ પટાંગણમાંથી બેભાન મળેલા અજાણ્‍યા પુરૂષનું મોત

વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૧: સિવિલ હોસ્‍પિટલના પટાંગણમાં વિજ સબસ્‍ટેશન પાસેથી અજાણ્‍યા આશરે ૫૦ વર્ષના પુરૂષ બેભાન મળતાં ઇમર્જન્‍સી વોર્ડમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ તબિબે મૃત જાહેર કર્યા હતાં. હોસ્‍પિટલ ચોકી મારફત જાણ થતાં પ્ર.નગરના હેડકોન્‍સ. વી. બી. રાજપૂતે જરૂરી કાર્યવાહી કરી હતી. બિમારીથી મૃત્‍યુ થયાનું પ્રાથમિક તપાસમાં ખુલ્‍યું છે. તસ્‍વીરમાં દેખાતા મૃતકના કોઇ વાલીવારસ, પરિચિત હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

(12:18 pm IST)