Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ડીસ ટી.વી. દ્વારા ચલાવાતી ઉઘાડી લુંટ અંગે રજુઆત

 શિવસેના દ્વારા પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી ઇન્ડિપેન્ડેન્ટ ડીસ ટી.વી. દ્વારા ગ્રાહકો પાસેથી ઉઘાડી લુંટ ચલાવાતી હોવાની રજુઆત કરાઇ છે. ઇન્ડિપેન્ડન્ટ ડીસ ટી.વી. નોઇડાના તમામ જવાબદારો દ્વારા ટી.વી. વપરાશકારો એવા સામાન્ય ગ્રાહકોને રરપ૦ માં એક વર્ષ માટે એનક ચેનલો સાથે ભરપુર મનોરંજન આપવાની લાલચ આપી રાજકોટ સહીતના ગ્રાહકોને કનેકશનો આપ્યા હતા. બાદમાં આ કંપનીએ અનેક ચેનલોનું પ્રસારણ બંધ કરી છેતરપીંડી કરી હોવાનું રજુઆતમાં જણાવેલ છે. બાબતમાં ફોજદારી રાહે પગલા ભરવા માંગણી ઉઠાવવામાં આવી છે. પોલીસ કમિશ્નરને આવેદનપત્ર પાઠવી રજુઆત કરવામાં આવી તે સમયે શિવસેનાના જીમ્મીભાઇ અડવાણી, ચંદુભાઇ પાટડીયા, નિલેશભાઇ ચૌહાણ, રોહિતભાઇ ગઢીયા, કિશન સિધપુરા, નરેન્દ્રભાઇ પરમાર, પ્રકાશ જીંજુવાડીયા, વિજય કુબાવત, કિશન કવૈયા, વિશાલ કવા વગેરે સાથે જોડાયા હતા.

(4:08 pm IST)