Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

રૈયામાંથી ૧૬ વર્ષની બાળા ગૂમઃ પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો ત્યાં મળી ગઇ

સંજુ પટેલ નામના ફોન ધારક સામે ગુનો નોંધી તેની શોધખોળ

રાજકોટ તા. ૨૧: રૈયા ગામમાં પ્રજાપતિ પરિવારની ૧૬ વર્ષની દિકરીને સંજુ પટેલ નામનો શખ્સ લલચાવી ફોસલાવી ભગાડી જતાં પોલીસ ફરિયાદ થઇ છે.

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે બાળાના માતાની ફરિયાદ પરથી ૮૧૨૮૫ ૨૯૮૪૨ નંબરના મોબાઇલ ધારક સંજુ પટેલ સામે આઇપીસી ૩૬૩, ૩૬૬ મુજબ ગુનો નોંધ્યો છે. ફરિયાદીએ જણાવ્યું છે કે તેને આગલા ઘરની એક દિકરી છે. જેની ઉમર ૧૬ વર્ષની છે. ૧૯મીએ બપોરે બારેક વાગ્યે દિકરી ઘરેથી નીકળી ગઇ હતી. તેનો પત્તો ન મળતાં આસપાસમાં શોધખોળ કરી હતી. બાદમાં પતિને ફોનથી જાણ કરી હતી.  ત્યારબાદ ઘરના ફોનમાં તપાસ કરતાં અજાણ્યા ફોન નંબરો મળ્યા હતાં. જેમાં એક નંબર પરથી મેસેજ આવ્યો હોઇ તેમાં સંજુ પટેલનું નામ સેવ હતું. તેનું સાચુ નામ ખબર નથી. આ શખ્સના મેસેજમાં દિકરીએ લવ યુ ટુ...એવો વળતો મેસેજ લખ્યો હતો. જેથી પુરી શંકા છે કે આ ફોનનો ધારક જ દિકરીને ભગાડી ગયો છે.

યુનિવર્સિટી પી.આઇ. એ.એલ. આચાર્ય અને સ્ટાફે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. ત્યાં આ સગીરા હેમખેમ પરત મળી આવી છે. ગાંધીગ્રામ પોલીસ મથકે આ સગીરા પહોંચી હતી, ત્યાંથી સ્ટાફ તેને યુનિવર્સિટી પોલીસ સ્ટેશને મુકી ગયો છે. બાળાને કોણ લઇ ગયુ હતું? તે અંગે તપાસ થઇ રહી છે.

(4:07 pm IST)