Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

'સ્કુલ એન્હેન્સમેન્ટ સેન્ટર'ની નવી સુવિધા ઉભી થવાના કારણે વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજીનો લાભ મળશે : નિપુણ રાવલ

આઈ.ટી.આઈ. ખાતે ૧૨ લાખના ખર્ચે સંપૂર્ણ ઓટોમેટેડ ટુ-વ્હીલર વર્કશોપ 'કૌશલ્ય વૃદ્ધિ કેન્દ્ર'નું ઉદ્દઘાટન : વર્કશોપ બે હાઈડ્રોલીક લોડર, સ્પાર્ક પ્લગ કિલનર અને ટેસ્ટર, બેટરી ચાર્જર અને ઓપરેટીંગ સિસ્ટમ, એર કમ્પ્રેસર પર ચાલતી હાઈડ્રોલીક ન્યુમેટીક ગન જેવી સુવિધાથી સજ્જ : છાત્રોને સ્ટાઈપેન્ડ પણ મળશે

રાજકોટ, તા. ૨૧ : આઇ.ટી.આઈ - રાજકોટ અને હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયા પ્રા. લિ.ના સંયુકત ઉપક્રમે રૂ. ૧૨ લાખના ખર્ચે નવનિર્મિત સંપૂર્ણ ઓટોમેટેડ ટુ-વ્હીલર વર્કશોપ 'રાજકોટ સ્કૂલ એન્હેન્સમેન્ટ સેન્ટર'નું હોન્ડા કંપનીના શ્રી શિવપ્રકાશ હિરેમાથના હસ્તે ઉધ્દ્યાટન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે શ્રી શિવપ્રકાશ હિરેમાથ એ જણાવ્યું હતું કે, ભારત સરકારે શરુ કરેલું સ્કિલ ઈન્ડિયા અભિયાનને ગુજરાત સરકારે વાસ્તવિક રીતે અમલમાં મુકયું છે જે ખરેખર સરાહનીય છે. આઇ.ટી.આઈ - રાજકોટ ખાતે સંપૂર્ણ ઓટોમેટેડ ટુ-વ્હીલર વર્કશોપનો શુભારંભ થવાના કારણે વિદ્યાર્થીઓને થિયરી તથા પ્રેકટીકલ જ્ઞાનનો લાભ મળશે જે તેમની સ્કિલમાં વધારો કરશે.

શ્રી શિવપ્રકાશે વધુમાં જણાવ્યું હતું કે, આઈ.ટી.આઈ.દ્વારા અપાતા કોર્ષ ઈન્ડસ્ટ્રીઝ અને એજયુકેશન સંસ્થાઓ વચ્ચે રહેલા ભેદને ભુંસીને આગળ વધવામાં મદદરુપ થાય છે. દિવસે ને દિવસે બદલાતી જતી ટેકનોલોજી અપગ્રેડ થાય છે ત્યારે અમે આઈ.ટી.આઈના શિક્ષકોને પણ જ્ઞાન અને આવડતની દ્રષ્ટીએ અપગ્રેડ થવા માટે પણ પુના સ્થિત તાલીમ કેન્દ્રમાં તાલીમ આપવામાં આવે છે. નજીકના ભવિષ્યમાં ગુજરાતના દરીયા કિનારાના વિસ્તારોમાં તેમજ સૌરાષ્ટ્ર – કચ્છના આઈ.ટી.આઈના તાલીમાર્થીઓને શિક્ષીત કરવામાં આવશે જેથી મોટી સંખ્યામાં સ્કિલફુલ કર્મચારીઓ મળી રહે.

આ પ્રસંગે આઇ.ટી.આઈ- રાજકોટના પ્રિન્સીપાલ શ્રી નિપુણ રાવલે જણાવ્યું હતું કે, આઇ.ટી.આઈ- રાજકોટમાં સ્કૂલ એન્હેન્સમેન્ટ સેન્ટરની નવી સુવિધા ઉભી થવાના કારણે વિદ્યાર્થીઓને નવી ટેકનોલોજીનો લાભ મળશે તથા તમામ વસ્તુંઓને પ્રેકટીકલી રીતે શીખી શકશે. નજીકના ભવિષ્યમાં ઉભી થનારી આવડતવાળા કર્મચારીની વધતી જતી માંગને ધ્યાને રાખીને આજે આવડત મેળવનાર વિદ્યાર્થીઓને રોજગારી આસાનીથી મળી રહેશે.

આઇ.ટી.આઈ- રાજકોટમાં ટુ વ્હિલર ઓટો રિપેર્રસનો કોર્ષ હાલમાં કાર્યરત છે જે અંતર્ગત સંપૂર્ણ ઓટોમેટેડ ટુ-વ્હીલર વર્કશોપમાં સ્કૂલ એન્હેન્સમેન્ટ સેન્ટરઙ્ખ ની નવી સુવિધા ઉભી કરવામાં આવી છે. આ સેન્ટર નવીનતમ અને અત્યાધુનિક સાધનોથી સજ્જ છે જેમાં બે હાઈડ્રોલિક લોડર, સ્પાર્ક પ્લગ કિલનર અને ટેસ્ટર, બેટરી ચાર્જર અને ઓપરેટીંગ સિસ્ટમ, એર કમ્પ્રેસર પર ચાલતી હાઈડ્રોલીક ન્યુમેટીક ગન – જેનો ઉપયોગ વાહનોમાં અલગ-અલગ પ્રેસર પર લાગેલા નટ-બોલ્ટ ખોલવા બંધ કરવા માટે વપરાય છે. ઙ્કટુ વ્હિલર ઓટો રિપેર્રસઙ્ખ માં એડમિશન લેનાર વિદ્યાર્થિઓને દર મહિને રાજય સરકારના નિયમો મુજબ સ્ટાઈપેન્ડની સુવિધા મળી રહે છે. આ કોર્ષનો અભ્યાસ ક્રમ એક વર્ષનો છે જેમાં હાલમાં એડમીશન પ્રકિયા ચાલુ છે.

આ તકે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી એન.આર.ધાધલ, નાયબ મ્યુનિ. કમિશ્નરશ્રી ચેતનભાઈ ગણાત્રા, મહિલા આઇ.ટી.આઈ- રાજકોટના પ્રિન્સીપાલશ્રી રાજેશભાઈ ત્રિવેદી, ઝોનલ મેનેજર રાજકોટ શ્રી ચમન લાલ, શ્રી પ્રદીપ ટી એસ, ટ્રેનિંગ ઇન ચાર્જ રાજકોટ ઝોન શ્રી તેજસ પટેલ તથા આઇ.ટી.આઈ- રાજકોટના કર્મચારી મિત્રો તથા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:06 pm IST)