Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

મેડીટેશન તમારી તંદુરસ્તી સુધારી શકે છે ?...આ રહી જાણકારી

જયારે તમે મેડીટેશન શબ્દ સાંભળો છો ત્યારે તમારા મગજમાં પલોઠીવાળી આંખો બંધ કરી ઉંડા શ્વાસ લઇ મગજ સાફ કરવાની ઇમેજ ઉપસી આવે છે. એ માન્યતા છે કે મેડીટેશન વધુ પડતા વિચારોને કાબુમાં લઇ મન મસ્તીકને શાંત કરે છે. ડો.જડસન બ્રુઅર જે બ્રાઉન યુનિવર્સિટીના રીસર્ચર છે. તેમના મતે ઉપરોકત માન્યતા સંપુર્ણ સાચી નથી. મેડીટેશન આપણા મગજને ખાલી કરી વિચારોને અટકાવે છે એવું નથી, પરંતુ આપણા વિચારોમાં બદલાવ લાવવાનું કામ મેડીટેશન કરે છે. આમ કરવાથી માનસીક તણાવમાં રાહત રહે છે. છતા પણ મેડીટેશનની પ્રેકટીસ વિષે તમારે શું જાણવુ જોઇએ...

શું છે મેડીટેશન

મેડીટેશનના અનેક પ્રકારો છે. ર૦૦૦ વર્ષ જુનો તેનો ઇતિહાસ છે. જુદા-જુદા પ્રકારોનું પરીણામ જો કે એક જ છે. દરેક મેડીટેશન માનસીક જાગૃતી અને ધ્યાનસ્થ બનવાની કળા છે તેવું સાયકલોજીના ઇન્સ્ટ્રકટર માઇલ્સ નીલનું કહેવું છે. તીબેટીયન બુધ્ધિષ્ટ મેડીટેશન ઉપર માઇલ્સે 'ગ્રેજયુઅલ અવેકનીંગ' નામનું  પુસ્તક લખ્યું છે. મેડીટેશનના ત્રણ મુખ્ય પ્રકાર છે. સૌથી પહેલું અને સામાન્ય મેડીટેશન સીંગલ પોઇન્ટેડ મેડીટેશન છે. જેમાં તમે તમારા મગજને કેન્દ્રબિંદુ ઉપર ધ્યાનસ્થ કરવાની કોશીષ કરો છો. આ પ્રક્રિયામાં શ્ચાચ્છોશ્વાસ ઉપર મંત્ર ઉપર કે મીણબતી ઉપર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવે છે. બીજો પ્રકાર છે 'ઓપન ફોકસ મેડીટેશન'. જે વિચારોને ઓળખે છે. જે વિચારો અને સંવેદના તમારા મગજમાં સ્ફુરે તેના પર જજમેન્ટ લીધા સિવાય તેને પસાર થવા દેવાની આ પધ્ધતી છે. ત્રીજા પ્રકારના મેડીટેશનને તેઓ 'કલ્ટીવેશન મેડીટેશન-મગજનું ખેડાણ' કહે છે. આ મેડીટેશનમાં તમે તમારા મગજની ચોક્કસ કવોલીટી અને ટેવોને ડેવલપ કરે છે. 'લવીંગ-કાઇન્ડનેસ' મેડીટેશન મગજના ખુલ્લાપણા અને દયાળુ ભાવને પ્રેરે છે.  તાજેતરના જર્નલ ફ્રન્ટીયર્સ ઇન હ્યુમન ન્યુરો સાયન્સ સર્વેમાં એવું બહાર આવ્યું છે કે ૧૦ મીનીટનો માઇન્ડ ફુલનેસ મેડીટેશન લોકોના મગજની પ્રતિક્રિયાનો સમય વધારી ચોકસાઇ પ્રદાન કરે છે.

(4:00 pm IST)