Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

યુનિવર્સિટીમાં યોગદિનની ઉજવણી

 રાજકોટ : સંયુકત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં ર૧ જુનને આંતર રાષ્ટ્રીય યોગ દિન તરીકેની ઉજવણી કરવાના સંદર્ભેમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન-કોલેજોના આચાર્યશ્રીઓ તેમજ યુનિવર્સિટી કેમ્પસ, ખતેના વિવિધ ભવનોના અધ્યક્ષશ્રીઓ, યુનિવર્સિટીના મુખ્ય વહીવટી વિવિધ વિભાગોનાં વડાઓ સહિતના અધિકારીશ્રીઓ સાથે બેઠકો યોજી ર૧ જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા માટે પરિણામલક્ષી આયોજન કરવામાં આવેલ હતું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસમાં આવેલા ઇન્ડોર સ્ટેડીયમ ખાતે તા. ૧૭ જૂનથી તા. ર૦ જૂન સુધી ભાઇઓ તથા બહેનો માટે તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવેલ. આ તાલીમમાં પ્રતિદિન સાંજે ૪ થી પ ભાઇઓ તથા પ થી ૬ બહેનો આશરે પ૦૦ થી ૬૦૦ ની ઉપસ્થિતીમાં યોગ અને પ્રાણાયામની જાણકારી મેળવી હતી. આંતર રાષ્ટ્રીય યોગદિન નિમિતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઇ દેશાણીએ, શૈક્ષણીક-બિનશૈક્ષણી કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને યોગ થકી રોગ ને દુર કરવાનો જીવનમંત્ર આપ્યો હતો.

(3:59 pm IST)