Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

ફાર્મસી ક્ષેત્રે ૬૩૯૬ વિદ્યાર્થીઓને પ્રવેશ

ડીગ્રીની તમામ બેઠકો પર પ્રવેશઃ ડિપ્લોમાં ફાર્મસીની ૪પ સ્વનિર્ભર બેઠકો ખાલી

રાજકોટ તા. ર૧ :.. એડમિશન કમીટી ફોર પ્રોફેશનલ કોર્ષિસના સભ્ય સચિવની યાદી જણાવે છે કે આજે ડીગ્રી-ડીપ્લોમાં ફાર્મસીના એક રાઉન્ડની પ્રવેશ ફાળવણી કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ૧પ૩૩૧ જેટલા વિદ્યાર્થીઓને પ્રાથમિક તબકકે મેરીટ ફાળવણી કરવામાં આવેલ અને તેમાંથી ૧૧૭૯૧ જેટલા વિદ્યાર્થીઓએ ચોઇસ ફીલીંગ કરેલ છે. આ વિદ્યાર્થીઓમાંથી તેઓના મેરિટ અને ભરેલ ચોઇસના આધારે ૬૩૯૬ વિદ્યાર્થીઓને મોક રાઉન્ડમાં ફાળવણી કરાયેલ છે. આ ફાળવણીમાં મેનેજમેન્ટ એનઆરઆઇ સીટીનો સમાવેશ થતો નથી. પ્રવેશ વર્ષ ર૦૧૯-ર૦ માં આશરે ૬૪૪૧ બેઠકો માટે પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ. જેમાથી ૪પ બેઠકો ખાલી રહેવા પામેલ છે. આજરોજ જાહેર થયેલ ફાઇનલ મેરીટ યાદીમાં ૧પ૩૭૩ વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે પ્રોવિઝનલ મેરીટ યાદીમાં ૧પ૩૩૬ સમાવેશ  કરાયેલ હતો. ઉકત સુધારો ખુટતા ડોકયુમેન્ટની પુર્તતા ના લીધે નવા મેરીટની ફાળવણીના લીધેલ થયેલ છે.

સમિતિ દ્વારા થયેલ ફાળવણીમાં વિવિધ સંસ્થાઓ અને તેની સમિતિ દ્વારા ફાળવાયેલ પ્રવેશની વિગતો જાહેર કરાયેલ છે. અત્રે ખાલી રહેલ બેઠકો ડિપ્લોમાં અભ્યાસ્રમની પારૂલ યુનિવર્સિટી અને રાય યુનિવર્સિટીની ડિપ્લોમાં અભ્યાક્રમની સંસ્થાઓની છે.

ડીગ્રી ફાર્મસીની સરાકરી અને અનુદાનિત ૬ સંસ્થાઓમાં પ્રવેશ સમિતિની ૪૬૭ બેઠકોમાંથી તમામમાં પ્રવેશ ફાળવી દેવાયો છે. સ્વનિર્ભર ૬પ સંસ્થાઓની તમામ ૪૮૮૪ બેઠકો પર પ્રવેશ ફાળવાયો છે. ડીપ્લોમાં ફાર્મસીની સરકારી અને અનુદાનિત ૮ સંસ્થાઓની તમામ પ૯૯ બેઠકોમાં સમિતિએ પ્રવેશ ફાળવ્યો છે. સ્વનિર્ભર ૮ સંસ્થાઓની સમિતિ હસ્તકની ૪૯ર પૈકી  ૪૪૬ બેઠકોમાં પ્રવેશ અપાયો છે.

તા. ર૪-૬-ર૦૧૯ થી તા. પ-૭-ર૦૧૯ સુધી વિદ્યાર્થી પ્રથમ રાઉન્ડ માટે પોતાના મોડયુલમાંથી ચોઇસ ફિલીંગ કરી શકશે. ચોઇસ ફિલીંગમાં નવી ચોઇસ ઉમેરી પણ શકશે અને ફેરબદલ પણ કરી શકશે. વિદ્યાર્થીને પ્રથમ રાઉન્ડ માટે જાણકારી અર્થે મોક રાઉન્ડનું  એનાલીસીસ સમિતિની વેબસાઇટ પર ઉપલબ્ધ છે.

(3:58 pm IST)