Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

જીએસટીઆર-૯ રીટર્ન તથા ઇન્કમટેક્ષ રીટર્ન ફાઇલ કરવાની મૂદત લંબાવો

ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સરકારને રજુઆત

રાજકોટ તા.ર૧ : અત્રેથી જી.એસ. ટી. કાયદા હેઠળ ભરવાનું થતુ જીએસટીઆર ૯ રીટર્નનનું ફોર્મેટ હાલમાં જ જીએસટી ડીપાર્ટમેન્ટ તરફથી ઓનલાઇન જાહેર કરવામાં આવલ છે. આ ફોર્મમાં વેપારીઓ તથા કન્સલટન્ટ ચાર્ટડ એકાઉન્ટન્ટ વગેરેએ ઘણી જ ડિટેઇલ ભરવાની થતી હોય, આવી વિગત તાતકાલીક મેળવી શકાય તેમ ન હોય તેમજ રીટર્ન ફોર્મેટ જ અટપટી અને કાયદાકીય અભ્યાસ માંગી લે તેવી આ રીર્ટન ફાઇલ કરવાની છેલ્લી મુદત તા.૩૦ જુન જાહેર કરેલ છે તે લંબાવી આપવા ગ્રેટર ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા માંગણી ઉઠાવવામાં આવી છે.

આ રીટર્ન ફાઇલ કરવા ૩૦ જુનની છેલ્લી તારીખને વધારીને ૩૦ સપ્ટેમ્બર ર૦૧૯ સુધી કરવા માંગણી કરવામાં આવી રહેલ છે. આ અંગે ગ્રેટર રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા જીએસટી. કાઉન્સીલના સેક્રેટરી કેન્દ્રના નાણામંત્રી શ્રીમતી સીતારામન, સીબીઆઇસીના ચેરમેન, ગુજરાત રાજયના નાણામંત્રી નીતીનભાઇ પટેલ તથા રાજય સરકારના જીએસટી કમિશ્નર પી.ડી. વાઘેલા તેમજ કેન્દ્રના જીએસટી કાઉન્સીલના ડાયરેકટર યોગેન્દ્ર ગર્ગ વગેરે સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે.

ઉપરાંત આવકવેરા ધારા અન્વયે ભરવાના  થતા રીટર્ન પણ ૩૦ જુન, ર૦૧૯ની સમય મર્યાદામાં ભરવાના હોય છે. પરંતુ ગત મે ર૦૧૯ દરમિયાન આપણા દેશમાં ચુંટણીનું કાર્ય થતુ હોય વેપારીઓ તથા  કરવેરા સલાહકારો આ કાર્યમાં સક્રીય હોવાને કારણે રીટર્ન ભરવાની તૈયારીઓ થઇ ન શકતા તેમજ છૈલ્લા સમયમાં આવેલ વાવાઝોડાને કારણે રીટર્ન સમયસર ભરી શકાય તેમ ન હોય, તેની પણ અંતિમ તારીખ વધારીને ૩૦ સપ્ટેમ્બર સુધી કરવા રજુઆત કરવામાં આવેલ છે. લોકસભ્ય મોહનભાઇ કુ઼ડારીયાને પણ રજુઆતની નકલ મોકલવામાં આવેલ હોવાનું ગ્રેટર ચેમ્બરના પ્રમુખ ધનસુખભાઇ વોરા તથા ઉપપ્રમુખ રાજુભાઇ દોશીની યાદીમાં જણાવાયું છે.

(3:28 pm IST)