Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

અપહરણ-દુષ્કર્મના ગુનામાં મદદગારી કરનાર આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા ૨૧  : અપહરણ અને દુષ્કર્મનાગુન્હામાં મદદગારી કરનાર આરોપીની જામીન અરજીને સેશન્સ કોર્ટે નકારી કાઢી હતી.

રાજકોટના જુના માર્કેટીંગ યાર્ડ પાછળ મંચ્છાનગર રહેતો નિલેશભાઇ રાણાભાઇ ખમાણી ની બી ડીવીઝન પોલીસે અપહરણ અને દુષ્કર્મના ગુન્હામાં મદદગારી કરવા સબબ ધરપકડ  કરેલ અને આરોપીએ જેલમાંથી જામીન ઉપર છુટવા રેગ્યુલર જામીન અરજી કરેલ.

સરકાર તરફે સરકારી વકીલ મુકેશ પીપળીયા હાજર થઇ રજુઆત કરેલ કે, આરોપી સામે સમાજવિરોધી ગંભીર ગુન્હાનો આક્ષેપ છે. તેમજ ભોગ બનનાર સગીર વયની હોય, કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર અને ભોગ બનનાર જે તેના કબજાનું મોટર સાયકલમાં બેસાડી અપહરણ કરી લઇજઇ કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર ભોગ બનનાર સગીરા સાથે દુષ્કર્મ કરે તેવી સગવડતા કરી આપેલ અને ધમકી આપેલ તેવી રીતે ગુન્હામાં સક્રિય ભાગ ભજવેલ છે. જો તેને જામીન મુકત કરવામાં આવશે તો ફરીયાદી પક્ષના પુરાવા સાથે ચેડા કરશે, ગુન્હાની ગંભીરતા અને આરોપીનો બનાવમાં રોલ  જોતા જામીન અરજી રદ કરવી જોઇએ તેવી રજુઆત સરકાર પક્ષે કરેલ, તે રજુઆતને ધ્યાને લઇ સેશન્સ જજ શ્રી આર.એલ. ઠાકરે આરોપીની  જામીન અરજી રદ કરેલ હતી. આ કામમાં સરકાર તરફે એ.પી.પી. મુકેશ પીપળીયા રોકાયેલ હતા.

(3:27 pm IST)