Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

બાળ મજૂરી નાબુદી અંગે જાગૃતતા લાવવા એન્ટી હ્યુમન ટ્રાફીકીંગની ટીમે નાટક ભજવ્યું

રાજકોટ : શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા મીસીંગ સેલના નોડલ ઓફીસર એસીપી જયદીપસિંહ સરવૈયા તથા મદદનીશ શ્રમ આયુકતના અધિકારી ભપલ, સમાજ સુરક્ષા વિભાગના અધિકારીઓના માર્ગદર્શન મુજબ બાળમજૂરી નાબુદ કરવાના હેતુથી સહિયર કુંભ અંતર્ગત શેરીએ ગલીએ નાટકો ભજવી જનજાગૃતિ અંગે પ્રચાર કરવા કાર્યક્રમ કરવા માટે જણાવતા રાજકોટ એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનિટના પીએસઆઇ બી.કે. ખાચર, બકુલભાઇ, જયપાલસિંહ તથા કોઠારિયા નાકા પોલીસ ચોકીના પીએસઆઇ ડોડીયા તથા ભરતભાઇ  મહેતા સહિતે સરકારના સહિયારી કુંભ કાર્યક્રમ અંતર્ગત સોની બજારમાં જયાં અગાઉ ઘણા બાળમજૂરોને રેસકયુ કરવામાં આવેલ હોઇ, તે જગ્યાએ બાળમજૂરી નાબૂદ કરવા જનજાગૃતિ ફેલાવા યુનિસેફ તથા ગુજરાત વિદ્યાપીઠ તથા જીલ્લા વહીવટી તંત્રના સહયોગથી આજે સોની બજાર માંડવી ચોકમાં બાળમજૂરી અંગેનું નાટક યુનિસેફ મારફતે તેના સભ્યો દ્વારા ભજવવામાં આવ્યું હતું અને બાળમજૂરી અટકાવવા માટે સોની બજારમાં જનજાગૃતિ અંગે પ્રચાર કર્યો હતો.(તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:26 pm IST)