Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

પડધરી પંથકના ખુની હુમલા કેસમાં આરોપીના જામીન મંજુર

રાજકોટ તા.૧૧: પડધરીના નાની અમરેલી ગામમાં પટેલ શખ્સ પર થયેલા ખૂનની કોસીશના ચકચારી કેસમાં આરોપીના જામીન મંજૂર કોર્ટે મંજુર કર્યા હતા.

પડધરી તાલુકા નાની અમરેલી ગામ ના ફરિયાદી આંબાભાઇ બચુભાઇ વાડોદરિયાએ પડધરી પોલિસ સ્ટેશનમાં એ ફરિયાદ નોંધાવેલ કે આ કામના ફરિયાદીને રમેશ રાણાભાઇ મકવાણા સાથે અગાવ જગડો થયેલ જે જગડાનું મનદુઃખ રાખી તેમજ ફરિયાદી જ્યારે ગામ ના સરપંચ હતા ત્યારે ફરિયાદીએ આરોપીને અમરેલી ગામના સિમાડે ખરાબામાં મકાન બનાવતા હતા ત્યારે મકાન બનાવવાની ના પાડેલ. જેથી તેનો ખાર રાખી ફરિયાદીને મારી નાખવાના ઇરાદે ફરિયાદી જે બુલેટ મોટર સાઇકલ પર પાછળથી ડસ્ટર ફોર વ્હીલ ગાડી ચડાવી દઇ ફરિયાદીને પછાડી દઇ શરીરે ઇજાઓ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરિયાદીના બુલેટને નુકશાન પોચાડી એક બીજાને મદદગારી કરવા બાબતની ફરિયાદ પડધરી પોલિસ સ્ટેશનમાં ઇ.પી.કો.ની કલમ ૩૦૭,૩૨૪, ૪૨૭,૫૦૬ (૨), ૧૧૪, મુજબ સામે દાખલ કરવામાં આવેલ અને ધોરણસરની કાર્યવાહી કરેલ.

રાજકોટની અદાલતે સરકાર પક્ષ તથા બચાવપક્ષની દલીલો સાંભળી, તથા મૂળ ફરિયાદી તરફે રજૂ થયેલ વાંધાઓ અને આરોપીના વકીલોએ કરેલ ઉચ્ચ અદાલતોના ચૂકદાઓ ધ્યાને લઇ આરોપી મુકેશ મકવાણાને જામીન પર મુકત કરેલ છે.

આ કામે આરોપી વતી રાજકોટ વતી રાજકોટના વકીલ રૂપરાજસિંહ પરમાર, અજિત પરમાર, કુલદીપસિંહ બી.જાડેજા દિપક ભાટિયા, શિવરાજસિંહ ઝાલા રોકાયેલ હતા.

(3:25 pm IST)