Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

યુવા યોગા પ્રશિક્ષક કાંક્ષિતની યોગ યાત્રા : નોબલ હાઉસમાં યોગ વર્ગોનો પ્રારંભ

રાજકોટ : આજે વિશ્વ યોગ દિવસ છે. યોગ દ્વારા જીવનમાં પરિવર્તન આવી શકે તે વાત ધ્યાને લઇ રાજકોટમાં યુવા યોગ પ્રશિક્ષક કાંક્ષિત મણીયાર દ્વારા યોગ વર્ગો શરૂ કરાયા છે. કાલાવડ રોડ ઉપર નોબલ હાઉસ ખાત યોગ સેન્ટર શરૂ કરનાર કાંક્ષિત મણીયારે ૧૦ થી ૧૨ વર્ષની વયથી યોગ ક્ષેત્રે ઝંપલાવ્યુ છે. ૨૦૧૦ માં તેમના પિતાશ્રી એક સ્કુલમાં યોગ નિદર્શન કાર્યક્રમ આપી રહ્યા હતા. ત્યારે યોગા ડેમોસ્ટ્રેશન આપવાનું કાર્ય કાંક્ષિતના ભાગે આવ્યુ. બસ ત્યારથી યોગમાં ઉંડા ઉતરવાનું ચાલુ કર્યુ. આ માટે વિવિધ કોર્ષ પણ કર્યા. કેવલ્યધામ લકુલીશ યોગ યુનિવર્સિટી, પ્રોજેકટ લાઇફ જેવી સંસ્થાઓમાં જોડાઇ ૧૭ વર્ષની વયે હીમાચલ પ્રદેશમા ઇન્ટરનેશનલ યોગા અલાયન્સ એફીલીએટેડ યોગ ઇન્સ્ટીટયુટમાં સ્કોલરશીપ મેળવી યોગ ટીચર્સ ટ્રેનીંગ કોર્ષ પૂર્ણ કર્યો અને એજ ઇન્સ્ટીટયુટમાં યોગ ટીચર તરીકે ઇન્ટરશીપ પણ પૂર્ણ કરી. બાદમાં રાજકોટમાં પ્રોજેકટ લાઇફ ખાતે એડવાન્સ યોગ તથા પાવર યોગ ઇન્સ્ટ્રકટર તરીકે એક વર્ષ કરતા વાધારે સમયથી સેવા આપી રહેલ છે. હવે પોતાનું અલાયદુ યોગા સેન્ટર કાર્યરત કરેલ છે. જયાં પાવર યોગ પીલાટેઝ, ટ્રેડીશ્નલ હઠ યોગા, અષ્ટાંગા વિન્યાસા યોગ, મોટાપા માટે સ્પે. વેઇટલોસ યોગા બેચીઝ, સ્પે. યોગા બેચીઝ, એરીયલ યોગા, રીસ્ટોરેટીવ યોગા શીખવવામાં આવી રહ્યા છે. વધુ માહીતી માટે મો.૯૦૩૩૩ ૩૧૨૬૬ અથવા મો.૯૨૭૫૧ ૯૧૧૧૧ ઉપર સંપર્ક કરી શકાય છે. તસ્વીરમાં યોગ કરતા અભ્યાસુઓ અને વિવિધ મુદ્રામાં યોગ પ્રશિક્ષક કાંક્ષિત મણીયાર નજરે પડે છે.

(3:22 pm IST)