Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

હઝરત ગૈબનશાહ પીર દરગાહ ટ્રસ્ટ દ્વારા મુસ્લિમ છાત્રાલયનું ટૂંકમાં શરૂ થનાર કાર્યઃ સહયોગની અપીલ

રાજકોટ તા. ર૧: હઝરત ગૈબનશાહ પીર દરગાહ ટ્રસ્ટમાં હાલમાં હોદેદારો તરીકે પ્રમુખઃ યુસુફ ઇસ્માઇલભાઇ દલ (હાજીબાબુ જાનમહંમદ), ઉપપ્રમુખઃ ઇબ્રાહીમભાઇ ઇસ્માઇલભાઇ દલ, મહામંત્રીઃ સુરેમાનભાઇ સંઘાર, સહમંત્રીઃ બશીરબાપુ બુખારી, સભ્યોઃ ગુલાબ બેગ, ભીખુભાઇ રાઉમા, અબ્દુલ સુલેમાન, યુનુસભાઇ હાજીભાઇ જુણેજા, રહીમભાઇ સોરા, હાજી બાબુભાઇ વિશાળ, હાસમભાઇ સુમરા, તૈયબભાઇ હાજી હાસમભાઇ ભાણુ સેવા આપે છે.

રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટી હોવાથી રાજકોટમાં બધી જ જાતની કોલેજો તથા ડીગ્રી કોલેજો, મેડીકલ કોલેજ વગેરે હોવાથી રાજકોટમાં જુદી જુદી જ્ઞાતિઓના વિદ્યાર્થી ભાઇઓ અને બહેનો માટે છાત્રાલયો છે. પરંતુ મુસ્લિમ છાત્રાલય નથી. આથી હાલની સમીતીને હઝરત ગેબનશાહ પીર દરગાહ સુન્ની મુસ્લ્મિોના એકસો વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતા છાત્રાલયનું કાર્ય ટૂંક સમયમાં શરૂ થનાર છે.

હાલની કમીટીએ આ માટે રાજકોટના મુસ્લિમ આગેવાનો પાસે પોતાનો સાથ સહકાર આપવા અપીલ કરી છે અને આથી યુસુફભાઇ જુણેજા, એડવોકેટ હુશેનભાઇ સમા, હનીફભાઇ જુણેજા, અશરફભાઇ મેમણ, હનીફભાઇ ભાણું, જાવેદભાઇ દલ, હબીબભાઇ કટારીયા, ઇકબાલભાઇ ભાણુ, હેમુભાઇ પરમાર-વોર્ડ નં. ૩ ના ભાજપ પ્રમુખ, એડવોકેટ રમીશભાઇ સંધી, એઝાઝ બશીરબાપુ બુખારી વગેરે માર્ગદર્શન મળે તે માટે કમીટીના સભ્યો સર્વ પ્રયાસ કરી રહ્યા છે. અને કમીટીના છેલ્લા પ્રમુખ મુર્હમ હાજી બાબુભાઇનું પણ આ સપનું હતું અને દરગાહ શરીફનું નવું નિર્માણ રૂ. એક કરોડના ખર્ચે કરેલ. પછી તેઓએ આ કાર્ય માટે લગભગ દોઢ કરોડનું પણ આ માટે એસ્ટીમેટ મેળવેલ છે અને ઘણા શિક્ષણ પ્રિય મુસ્લિમ આગેવાનોએ પણ પોતાનો અધિક સહયોગ આપવા જણાવેલ છે. આ કાર્ય પૂર્ણ થયા પછી મુસ્લિમ વિદ્યાર્થી બહેનો માટે પણ છાત્રાલય ઉભું કરવા માટે નેમ રાખી છે.

 હાલની હઝરત ગેબનશાહ પીરની દરગાહ શરીફના યુસુફભાઇ હાજીબાબુભાઇની કમીટી સને ર૦૧૮ થી સને ર૦રર સુધી ગુજરાત વકફ બોર્ડમાં નોંધાયેલ છ.ે છતાં કોઇ ભાઇને આ કાર્યમાં રસ હોય તેઓને અમે આવકારીએ છીએ પરંતુ સમીતીના કાર્યકાળ દરમ્યાન આ કાર્યને પ્રથમ પસંદગી આપવાનું નકકી કરેલ છે. તેમ એક યાદીમાં યુસુફભાઇ દલએ જણાવ્યું છે.

(3:16 pm IST)