Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

સ્લમ કવાર્ટરમાં છોકરાઓને હોસ્ટેલમાંથી પરત લાવવા પ્રશ્ને રેશ્માબેન ઠેબે પોતરાને ધમકી

માતા મેરૂનબેન અને ભાઇ મોહસીન કઇડા સામે ફરિયાદ

રાજકોટ તા.૨૧: જામનગર રોડ, સ્લમકવાર્ટર પાસે રહેતી મુસ્લીમ મહિલાને પોતાના દીકરાઓને હોસ્ટેલમાંથી પાછા લઇ આવવા પ્રશ્ને મહિલાની માતા અને ભાઇએ ઝઘડો કરી જાનથી મારીનાખવાની ધમકી આપતા ફરિયાદ થઇ છે.

મળતી વિગત મુજબ જામનગર રોડ સ્લમકવાર્ટર નં.૧ની સામે લાખાબાપાની વાડીમાં રહેતા રેશ્માબેન હનીફભાઇ ઠેબે પોતરા (ઉવ.૩૪)એ પ્રદ્યુમનનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, પોતે પોતાના દીકરા  અબ્વીર અને પુત્રી સાથે રહે છે.

ગઇકાલે પોતે પોતાના ઘરપાસે હતા ત્યારે મારાભાભી ઉષાબેન યાસીનભાઇ કઇડા તેમના ઘરે એકલા હતા જેથી હું તેમના ઘરે સુવા માટે ગયેલ હતી. અને બેને સુતા હતા ત્યારે રાત્રે મારોભાઇ મોહસીન ઓસમાણભાઇ કઇડા અને માતા મેરૂનબેન કઇડાબંને મારા ભાભીના ઘરે આવી ડેલી જોર જોરથી ખખડાવતા હતા.જેથી અને ભાભી ડેલી ખોલીને ઘરની બહાર નીકળીને જોતા ત્યાં આ મોહસીન અને મારી માતા મેરૂનબેન બંને ઉભા હતા. ત્યારે મોહસીન મને અને ભાભી ઉષાબેનને કહેવા લાગેલકે તમે બંને એ તમારા બંનેના દીકરાઓને હોસ્ટેલમાં કેમ રાખેલ છે? તેમને હોસ્ટેલમાંથી પાછા બોલાવી લેજો નહીતર તમને બંનેને જાનથી મારીનાખીશ તેમ કહી બંનેને ધમકી આપી નાશી ગયા હતા આ અંગે પ્રનગર પોલીસ મથકના પીએસઆઇ બી.પી.વેગડા તથા બાબુભાઇએ તપાસ હાથ ધરી છે.

(3:14 pm IST)