Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

અમદાવાદના ધવલ પટેલે એમ્બ્રોડરીનો ધંધો ન ચાલતાં રાજકોટ આવી એસિડ પીધું

૧૮મીએ ઘરેથી નીકળી જઇ સાળંગપુર ગયો, ત્યાંથી રાજકોટ આવી પગલુ ભર્યુ

રાજકોટ તા. ૨૧: અમદાવાદ નિકોલમાં રહેતાં ધવલ લક્ષમણભાઇ લાડાણી (ઉ.૨૮) નામના પટેલ યુવાન જુના એસટી બસ સ્ટેશન સામે ગોવર્ધન ગેસ્ટ હાઉસ પાસે એસિડ પી લીધા બાદ બળતરા ઉપડતાં જાતે જ સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો.

હોસ્પિટલ ચોકીથી જાણ થતાં એએસઆઇ રાજુભાઇ સોલંકીએ ધવલનું નિવેદન નોંધ્યું હતું. ધવલના કહેવા મુજબ તે એમ્બ્રોડરીનો ધંધો કરે છે. હાલમાં ધંધો ચાલતો ન હોઇ કંટાળી જતાં ૧૮મીએ અમદાવાદથી નીકળી ગયો હતો અને સાળંગપુર ગયો હતો. ત્યાંથી ૧૯મીએ રાજકોટ આવી ગોવર્ધન ગેસ્ટ હાઉસમાં રોકાયો હતો. કંટાળીને ગત સાંજે ગેસ્ટ હાઉસની બહાર એસિડ પી ગયો હતો. તબિયતમાં સુધારો થતાં રાતે જ રજા અપાઇ હતી.

(3:12 pm IST)