Gujarati News

Gujarati News

News of Friday, 21st June 2019

સરકારી આયુર્વેદ હોસ્પિટલમાં એક સપ્તાહની યોગ શિબિરનું સમાપન

યોગ, પ્રાણાયામ અને ઘરગથ્થુ ઉપચારો વિશે આયુર્વેદ નિષ્ણાંત ડો. જયેશ પરમાર અને વિવિધ રોગોમાં યોગનું મહત્વ વિશે યોગ નિષ્ણાંત ખ્યાતિબેન પરીખે માર્ગદર્શન આપેલઃ શિબિરમાં અંદાજીત ૧૧૦૦ શિબિરાર્થીઓએ ભાગ લીધો

રાજકોટ : શહેરમાં સરકાર દ્વારા ચાલતી યુનિવર્સિટી રોડ ખાતે ગત તા.૧૪થી ૨૧ જૂન સુધી યોગ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં રોજેરોજ યોગ પ્રાણાયામ અને ઘરગથ્થુ ઉપચારો વિશે વિવિધ રોગોમાં સ્વાસ્થ્ય વિષયક જાણકારી હોસ્પિટલના વડા ડો. જે. એમ. પરમાર દ્વારા આપવામાં આવી. જેમાં વિવિધ રોગો જેવા કે શ્વાસ અને એલર્જીના રોગ, પેટના વિવિધ રોગો, સંધિવાના રોગો, ચામડીના રોગો, ડાયાબીટીસ જેવા રોગોમાં યોગનું મહત્વ યોગ નિષ્ણાંત શ્રી ખ્યાતિબેન પરીખ દ્વારા આપવામાં આવ્યુ અને આયુર્વેદ વિશે છણાવટ ડો. જે.એમ. પરમાર (મો. ૯૪૨૬૨ ૦૭૫૪૩) દ્વારા કરવામાં આવી હતી. એક સપ્તાહ ચાલેલી  આ શિબિરમાં યોગ અને પ્રાણાયામનું સ્વાસ્થ્યમાં મહત્વ, એલર્જી, શરદી, સળેખમ અને શ્વાસના રોગોમાં યોગ અને આયુર્વેદ, ડાયાબીટીસમાં યોગ અને આયુર્વેદ, પેટ, વા, ચામડી જેવા રોગોમાં યોગ અને આયુર્વેદનું મહત્વ સમજાવવામાં આવ્યુ હતું. એક સપ્તાહ ચાલેલી શિબિરમાં અંદાજીત ૧૧૦૦ શિબિરાર્થીઓએ ભાગ લીધો હતો.

(1:22 pm IST)