Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડની સુચના બાદ યુધ્ધના ધોરણે સદરના વોંકળાની સફાઇ શરૂ

રાજકોટઃ મ્યુ. કોર્પોરેશનના નવનિયુકત સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડે બે દિવસ અગાઉ સદર વિસ્તારમાં ઓચિંતુ ચેકીંગ હાથ ધરી અને સફાઇની વ્યવસ્થા અંગે સર્વેક્ષણ કર્યુ આ દરમિયાન સદર વિસ્તારમાં તાલુકા શાળા સામે આવેલો વોંકળો ગંદકીથી ખદબદતો હોવાનું કાનગડની નજરે ચડતા તેઓએ પર્યાવરણ ઇજનેર નિલેષ પરમારને આ વોંકળામાં ઘનિષ્ઠ સફાઇ કરાવવા સુચનાઓ આપેલ જે અનુસંધાને ગઇકાલથીજ વોંકળાની દિવાલ તોડીને જે.સી.બી. મારફત સદર વોંકળાની ઘનિષ્ઠ સફાઇ શરૂ કરવામાં આવી હતી. જે તસ્વીરમાં દર્શાય છે. આમ સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન આ વિસ્તારમાં વોંકળાની ગંદકીની વર્ષો જુની સમસ્યા ઉકેલતા આ વિસ્તારના વેપારીઓ ત્થા લતાવાસીઓમાં રાહતની લાગણી ફેલાઇ હતી.(૬.૨૦)

(4:17 pm IST)