Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

રવિવારે મહિલા પોલીસ કર્મી.ઓ યોગા કરશે

રાજકોટઃ શહેર પોલીસ કમિશ્નર શ્રી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગમાં કામ કરતાં ૨૦૦ થી ૨૫૦ જેટલા મહિલા પોલીસ કર્મચારીઓ માટે યોગ સત્રનું તા.૨૪ના રવિવારે સવારે ૭ થી ૮ દરમિયાન પોલીસ હેડકવાર્ટર ગ્રાઉન્ડ ખાતે યોજાયેલ છે. જેમાં અલગ અલગ યોગના માધ્યમથી કામના તણાવમાંથી મુકત રહી કામ કેમ કરવું તેનું માર્ગદર્શન યોગ અને ફિટનેસ ઈન્સ્ટ્રકટર આરતી માંડલીયા આપશે. જેમની સાથે સહયોગમાં અલ્પા પારેખ, પ્રિના આરદેશણા, અમી બારૈયા રહેશે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(4:17 pm IST)