Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ફિટનેશ એન્ડ યોગા સેન્ટર દ્વારા બહેનો માટે નિયમીત ચલાવાતા વિનામુલ્યે યોગના વર્ગો

રાજકોટઃ ફીટનેશ એન્ડ યોગા સેન્ટર અનુબેન ડેડાણીયા દ્વારા આજે વિશ્વ યોગ કાર્યક્રમમાં બહેનોએ ૫૦૦ થી પણ વધુ સંખ્યામાં જોડાઇને યોગ કરેલ આ યોગ સેન્ટરના સંચાલિકા અનુબેન ડેડાણીયાએ બાબા સાહેબ આંબેડકર યુનિમાં યોગની ટ્રેનીંગ મેળવેલ છે.

 આ યોગ સેન્ટરમાં એરોબીકસ સુર્યનમસ્કાર પ્રાણાયમ આસન વગેરે યોગ વિનામુલ્યે દરરોજ સવારે ૬ થી ૭, ૭ થી ૮ અને ૧૦ થી ૧૨:૩૦ બહેનોને શીખડાવવામાં આવે છે સેવાના ધ્યેય સાથે સૌરાષ્ટ્ર કલાકેન્દ્રમાં છેલ્લા આઠ  વર્ષથી અનુબેન ડેડાણીયા ફીટનેસ અને યોગની નિઃશુલ્ક સેવા આપી રહયા છે. વધુને વધુ લોકો યોગ તરફ વળે અને સ્વાસ્થ્ય કેળવે તે માટે અવાર નવાર યોગના સેમીનારનું પણ આયોજન કરવામાં આવે છે.

(4:01 pm IST)