Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ચાંદ ફીર નિકલા... શનિવારે જૂના ગીતો વરસશે

જૂના ગીતોના અનુભવી મનસુરભાઈ ત્રિવેદીના ઓરકેસ્ટ્રા મેલોડી કલર્સ નેજા હેઠળ : ગાયક વૃંદ બિમલ શાહ - રાજ પંજાબી - ગીતા ગઢવી - દિપા ચાવડા - અજય દવે - હસમુખ સોની

રાજકોટ, તા.૨૧ : આગામી તા.૨૩ને શનિવારે રાજકોટના શ્રી અરવિંદભાઈ મણીયાર હોલ ખાતે જૂના યાદગાર ગીતોનો વરસાદ વરસશે. ભૂલે બીસરે ગીત અંતર્ગત ચાંદ ફીર નીકલા શિર્ષકથી રાજકોટના સીનીયર કલાકાર ઓર્ગેનાઈઝર અને જૂના ગીતોના પ્રખર અનુભવી મનસુરભાઈ ત્રિવેદી તેમના ઓરકેસ્ટ્રા મેલોડી કલર્સના નેજા હેઠળ વીણેલા મોતી જેવા સદાબહાર ગીતોને રજૂ કરશે.

આ કાર્યક્રમમાં ગાયક કલાકારો બિપલ શાહ કે જેઓ શ્રી રાજ કપૂર દ્વારા એવોર્ડ પ્રાપ્ત કરેલ છે. જેઓ વર્ષોથી રાજકોટમાં મુકેશજીના ગીતો રજૂ કરી ખ્યાતિ પ્રાપ્ત કરે છે. સાથમાં રફી સાહેબના અલગ પ્રકારના અઘરા ગીતો રેર કહી શકાય એવા ગીતોને રજૂ કરશે. રાજ પંજાબી સાથે ગીતા ગઢવી જેઓ લતાજી, આશાજી, ગીતા દત્તના જૂના ગીતોના પ્રખર અનુભવી છે અને ઘણી નામના મેળવેલ છે. સાથી ગાયકોમાં દિપા ચાવડા, અજય દવે, હસમુખ સોની અને ખુદ મનસુર ત્રિવેદી, તલત મહેમુદ સાહેબના ગીતો રજૂ કરશે.

આમંત્રિત મહેમાનો માટેના કાર્યક્રમમાં સાજીંદા કલાકારોમાં જૂના ગીતોમાં ખ્યાતિપ્રાપ્ત તુષાર ગોસાઈ, હિતેષ મહેતા, ફિરોઝ શેખ, દિલીપ ત્રિવેદી, દિપક જોષી, પ્રકાશ વાગડીયાનો સાથ મળેલ છે.

સાઉન્ડ સિસ્ટમ દયાલ સાઉન્ડ ડીજે હાતીમ અને અલી હુસૈન - મહંમદભાઈ અને સ્ટેજ વ્યવસ્થા રણજીત પઢીયાર (રફી ભકત) નિભાવશે.

આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ગુણવંતભાઈ ડેલાવાળા (પ્રમુખ, સરગમ કલબ), વિજયભાઈ કારીયા, ગીરીશભાઈ સોલંકી (હિન્દી ફિલ્મ નિર્માતા - અભિનેતા), કુમારભાઈ, ભુપેન્દ્રભાઈ વસાવડા, જયંતભાઈ અગ્રવાલ, ભુપેન્દ્રભાઈ મહેતા, નિલેશભાઈ વસાવડા, જયેશભાઈ ઉપાધ્યાય હાજરી આપશે.

કાર્યક્રમને સફળ બનાવવા મનસુરભાઈ ત્રિવેદી અને તેમની ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે. આમંત્રણ કાર્ડ માટે નં.૯૮૨૪૨ ૧૪૪૪૨ ઉપર અથવા યુસુફભાઈ ટીનવાલા, સૈફી હાર્ડવેર, સંગમ ચીકીના બાજુમાં આમંત્રણ કાર્ડ મળશે તેમ યાદીના અંતમાં જણાવાયુ છે.

તસ્વીરમાં ગાયક કલાકારો સર્વેશ્રી બિમલભાઈ શાહ (વોઈસ ઓફ મુકેશજી- ૯૮૨૪૨ ૩૩૩૬૮), રાજ પંજાબી (વોઈસ ઓફ રફી સાહેબ-૯૪૨૯૨ ૪૩૨૨૯), ગીતાબેન ગઢવી (વર્સેટાઈલ સીંગર - ૯૮૨૪૪ ૧૫૬૧૧), દિપાબેન ચાવડા (૭૩૮૩૮ ૭૯૪૮૧), હસમુખ સોની (ઉદ્દઘોષક - સીંગર - ૯૫૩૭૪ ૦૧૩૧૧), હાતિમ ત્રિવેદી (સાઉન્ડ ઓપરેટર ડીજે - ૯૪૨૮૨ ૫૧૫૦૨) અને મનસુર ત્રિવેદી (ઓર્ગેનાઈઝર - સીંગર - ૯૮૨૪૨ ૧૪૪૪૨) નજરે પડે છે. (તસ્વીરઃ અશોક બગથરીયા)

(3:56 pm IST)