Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

કોઠારીયા રોડમાં રાહતદરનો મેડીકલ સ્ટોર

રાજકોટ : શ્રી સરદાર પટેલ સેવા સમાજ ટ્રસ્ટ (વાણીયાવાડી) રાજકોટ સંચાલિત આરોગ્ય ભવન (સાગર સોસાયટી, કોઠારીયા રોડ) ખાતે રાહતભાવના નવા મેડીકલ સ્ટોરના ઉદ્દઘાટન તથા સર્વરોગ નિદાન કેમ્પમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન શ્રી નરેશભાઈ પટેલ, પૂર્વ મેયર જૈમનભાઈ ઉપાધ્યાય, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય અરવિંદભાઈ રૈયાણી, ગુ.મ્યુ.ફા. બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, બિન અનામત જાતિ આર્થિક વિકાસ નિગમના ચેરમેન હંસરાજભાઈ ગજેરા, ભારત સરકારના પૂર્વ મંત્રી ડો. વલ્લભભાઈ કથીરીયા, કોર્પોરેટર વલ્લભભાઈ પરસાણા વગેરે હાજર રહેલ હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ટ્રસ્ટના પ્રમુખ પરસોતમભાઈ રૈયાણી, ઉપપ્રમુખ નાગજીભાઈ શેરડીયા, માનદમંત્રી વેલજીભાઈ ડોબરીયા, સહમંત્રી એન.પી. રૂપારેલીયા, ખજાનચી અશ્વિનભાઈ સખીયા, આરોગ્ય સમિતિના એન.વી. પટેલ, હરેશભાઈ ખુંટ, વીરજીભાઈ સતાણી, મોહનભાઈ પાનસુરીયા તથા શ્રી સરદાર પટેલ સોશ્યલ ગ્રુપ (મેઈન)ના તમામ હોદ્દેદારો અને શ્રી મહિલા સેવા સમિતિના તમામ હોદ્દેદારો અને સમાજના તમામ કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવેલ હતી. આ કેમ્પમાં ડો. નરશીભાઈ પટેલ, ડો. જતીનભાઈ પટેલ, ડો.વિરૂત પટેલ, ડો. કે. એમ. દુધાગરા, ડો. કિંજલબેન સનારીયા, ડો.ચાંદનીબેન મુંગરા, ડો.ભગવતીબેન રૈયાણી તથા આરોગ્ય ભવનના તમામ પેટા મેડીકલ સ્ટાફે વિનામૂલ્યે સેવા આપેલ હતી. ૫૦૦ દર્દીઓએ લાભ લીધેલ હતો.

(3:52 pm IST)