Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

૫૮ લાખ ચુકવ્યાં છતાં રાજેશભાઇ પાસે વ્યાજની ઉઘરાણી કરનાર ચાર પકડાયા

સુભાષનગરના બીપીન વિરાણી તેની પત્ની દિવાળી ઉર્ફે દિપ્તી તથા પુત્ર જીજ્ઞેશ તેની પત્ની રંજન વિરાણી આગોતરા સાથે ભકિતનગર પોલીસમાં રજુ થતાં જામીન મુકત

રાજકોટ તા.૨૧: કોઠારીયા રોડ પર સુભાષનગરમાં રહેતા યુવાને વ્યાજે લીધેલા ૪૫ લાના વ્યાજ સહિત ૫૮ લાખ ચુકવ્યા છતાં વધુ વ્યાજની ઉઘરાણી કરી ધમકી આપનાર ચાર શખ્સો આગોતરા સાથે રજુ થતાં ભકિતનગર પોલીસે કાર્યવાહી કરી જામીનમુકત કર્યા છે.

મળતી વિગત મુજબ સુભાષનગર મેઇન રોડ પર રહેતા રાજેશભાઇ અરજણભાઇ પાંભર( ઉ.વ. ૪૦) એ જન્યુઆરી માસમાં સુભાષનગરમાં રહેતા બીપીન રત્નાભાઇ વિરાણી તથા તેના પુત્ર જીજ્ઞેશ પાસેથી બે ટકા વ્યાજે રૂ.૪૫ લાખ કટકે કટકે વ્યાજે લીધા હતા તે પૈકી તેણે ૧૦ લાખ ચૂકવી દીધા હતા અને વ્યાજસહિત રૂ. ૪૬ લાખ ૮૦ હજાર મળી કુલ રૂ. ૫૮ લાખ ૮૦ હજાર ચુકવી દીધા હોવા છતાં બીપીન વિરાણી તેની પત્ની દિપ્તી તેનો પુત્ર જીજ્ઞેશ, પત્ની રંજન રાજેશભાઇ પાંભર પાસે પાંચ ચેકોમાં બળજબરી થી સહિઓ કરાવી અને રૂપિયા ચૂકવી આપેલ હોવાં છતાં તેની બળજબરીથી ઉઘરાણી કરી રૂપિયા નહી આપેતો જાનથી મારી નાખવાની ધમકી આપી ગાળો આપતા રાજેશભાઇ એ ચારેય વિરૂધ્ધ ભકિતનગર પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવતા પીએસઆઇ ડી.એન. વાંજાએ તપાસ આદરી છે. દરમ્યાન ગઇકાલે સુભાષનગર મેઇન રોડ પર રહેતા બીપીન રત્નાભાઇ વિરાણી (ઉ.વ.૬૦) તેની પત્ની દિવાળી ઉર્ફે દિપ્તી તથા તેનો પુત્ર જીજ્ઞેશ તેની પત્ની રંજન વિરાણી આગોતરા સાથે ભકિતનગર પોલીસ મથકમાં રજુ થતાં પોલીસે ચારેયની અટકાયત કરી જામીનમુકત કર્યા હતાં.

(3:50 pm IST)