Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

જીત ત્રિવેદીઃ ત્રીજા નેત્રની કમાલ દેખાડી વિક્રમો સજર્યા

ભાવનગરના જીતે આંખે પાટા બાંધીને અનેક પરાક્રમો કર્યા-દુનિયા દંગ : મિડ બ્રેઇન ટ્રેનિંગ લઇને ખૂબ પ્રેકટીશ કરી... આંખે પાટા બાંધીને દુનિયાને નીહાળી શકે છેઃ કોઇપણ માણસ આ પ્રયોગ શીખી શકેઃ જીત

'અકિલા' ના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે જીત ત્રિવેદી, વિપુલભાઇ ત્રિવેદી, જીજ્ઞેશ જોશી, એચ. કે. ઠાકર, કૌશિક સંપટ વગેરે નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૨૧ : ભાવનગરની જીત ત્રિવેદીએ આંખે પાટા બાંધીને ત્રીજાનેત્રની કમાલભરી સિધ્ધિ મેળવીને દુનિયાને દંગ કરી છે. પાંચ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યા છે. આંખે પાટા બાંધીને લહ-લડાખ માર્ગે ટુ-વ્હીલર ચલાવ્યું છે. બોલ કેચ કર્યા છે. બંધ આંખે કાર્ડ વાચ્યા છે. સ્કેટીંગ સાથે બાસ્કેટ બોલ બંધ આંખે રમી દેખાડયા છે.

૧૯ વર્ષીય જીત આજે 'અકિલા'ની મુલાકાતે આવ્યો હતો. તેના પિતાજી વિપુલભાઇ ત્રિવેદી ભાવનગરમાં સીવિલ એન્જીનિયર છે.

જીત કહે છે કે, આપણા મગજના બે ભાગ આખા શરીરનું સંચાલન કરે છે, પણ એની વચ્ચે એક પાતળું પડ હોય છે. એ પડને જાગ્રત કરી પ્રવૃત્તિઓ કરવાની તાલીમ એટલે મિડ બ્રેન ટ્રેનિંગ, છેલ્લા સાડા ત્રણ વર્ષથી હું આ તાલીમ દ્વારા આંખે પટ્ટી બાંધી, વાંચતા - લખતા - ચેસ રમતા ને સાઇકલિંગ કરતા શીખ્યો છું.

પર્વત સાહસ અંગે જીત કહે છે કે, આ પ્રયાસ કરવા પાછળનો એનો હેતુ હતો પોતાની એક આગવી ઓળખ ઉભી કરવાનો! નાની ઉંમરને લીધે એની પાસે લાઇસન્સ ગિયરલેસ બાઇકનું જ હતું અને ખારદુંગ લા પર આવું સાહસ અત્યાર સુધી કોઇએ નોંધાવ્યું નહોતું.

જીત કહે છે કે, આવી શકિત દરેક પાસે હોય છે તેને જાગૃત કરવા ખૂબ જ પ્રેકટીસ કરવી પડે છે. બંને આંખ બંધ હોય ત્યારે થર્ડ આઇ સક્રિય થાય છે. જીતનો સંપર્ક મો. ૯૮૨૫૨ ૧૧૬૨૯ નંબર પર થઇ શકે છે.

(3:42 pm IST)