Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ભૂદેવ સેવા સમિતિ દ્વારા હાઈટેક યુવક-યુવતિ પરિચય સંમેલન

વિશાળ સ્ટેજ તથા મહાકાય સ્ક્રીન પર અદ્ભૂત લાઈવ પ્રસારણઃ સૌરાષ્ટ્ર-કચ્છ, ગુજરાત તથા દેશ-વિદેશથી ઉપસ્થિત રહેલ લગ્ન ઈચ્છુક યુવક-યુવતીઓઃ પારિવારીક માહોલ વચ્ચે યુવક-યુવતીઓને વિશાળ પસંદગીની તકો ઉપલબ્ધઃ બ્રહ્મ અગ્રણીઓ, તમામ તડગોળના પ્રમુખ, સભ્યોની તથા બ્રહ્મ ઉદ્યોગપતિઓની પ્રેરણાદાયી રહેલ ઉપસ્થિતિ

રાજકોટઃ ભૂદેવ સેવા સમિતિના ઉપક્રમે સમસ્ત બ્રહ્મસમાજના દિકરા-દિકરીઓના વેવિશાળ માટે હાઈટેક પરિચય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ તથા ગુજરાત તેમજ દેશ-વિદેશથી લગ્ન ઈચ્છુક ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારોને ગ્રેજ્યુએટ, અન્ડર ગ્રેજ્યુએટ, ઉંમર તથા અન્ય માહિતીના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. યુવક-યુવતિઓને ફાળવેલ નંબર એક સાથે ૧૦ કાઉન્ટર દ્વારા કીટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ નિયત સમય મુજબ શાસ્ત્રી જયભાઈ ત્રિવેદી તથા ટીમ દ્વારા વૈદિક મંત્રોચ્ચારના ઉચ્ચાર સાથે કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી. સૌ પ્રથમ યુવક-યુવતી પુસ્તિકાનું વિમોચન અભયભાઈ ભારદ્વાજ, લીનાબેન શુકલ, ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, ડો. દર્શીતાબેન શાહ, ડો. એન.ડી. શીલુ, જનાર્દનભાઈ આચાર્ય, છેલભાઈ જોષી, યજ્ઞેશભાઈ દવે, અતુલભાઈ પંડિત, દર્શીતભાઈ જાની દ્વારા કરવામાં આવેલ. સુમધુર અવાજ સાથે દર્પણા પંડિત દ્વારા આ એન્કરીંગ કરવામાં આવ્યું હતું. તમામ યુવક-યુવતિઓ સ્ટેજ પર જઈ પોતાનો પરિચય આપતા હોવાથી ત્યાં જ યુવક-યુવતિને જોઈ શકવા સાથે-સાથે સ્ટેજમાં વિશાળ ટી.વી. સ્ક્રીન દ્વારા આખા હોલમાંથી સ્પષ્ટ જોઈ શકાય તે રીતે મોટા ટીવી સ્ક્રીનની ગોઠવણ કરી હતી. જે  અદ્ભુત રહી હતી. કાર્યક્રમની આભાર વિધી સંસ્થાના પ્રમુખ તેજસ ત્રિવેદીએ કરેલ. સમગ્ર પરિચય સંમેલનને સફળ બનાવવા છેલ્લા બે માસથી ભુદેવ સેવા સમિતિના પ્રમુખ શ્રી તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ પ્રોજેકટ ઇન્ચાર્જ મયુર વોરા (મહેતા), જય ત્રિવેદી, નિશાંત રાવલ, દિલીપ જાની, માનવ વ્યાસ, જિજ્ઞેશ ત્રિવેદી, ભરત દવે, નિરજ ભટ્ટ, મીત ભટ્ટ, સંદીપ પંડયા, પરાગ મહેતા, વિશાલ ઉપાધ્યાય, યજ્ઞેશ પંડયા, ઉદય ભટ્ટ, પરેશ દવે, મનન ત્રિવેદી, જયોતિન્દ્ર પંડયા તેમજ ભૂદેવ સેવા સમિતિ યુવા મહિલા ટીમ સભ્યો નેહલબેન ત્રિવેદી, ભાર્ગવીબેન ભટ્ટ, દિપ્તીબેન દવે, કલ્પનાબેન લખલાણી, હિમાનીબેન રાવલ, હિનાબેન દવે, હિનાબેન ભટ્ટ, ભાવનાબેન જોષી, માલતીબેન જાની, રચનાબેન જાની, હિનાબેન રાવલ, અર્પિતાબેન પંડયા, મિનાક્ષીબેન જોષી વગેરે જહેમત ઉઠાવી હતી(૨-૧૫)

(3:40 pm IST)