Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

વિરબાઇમા મહિલા કોલેજમાં સામુહિક યોગ ધ્યાન

 રાજકોટઃ સમગ્ર વિશ્વને ભારતીય સંસ્કૃતિ તરફથી મળેલી અદ્વિતીય ભેટ સમાન યોગના દિન વિશ્વ યોગ દિવસ નિમિત્તે રાજકોટની શ્રી જલારામ ઉચ્ચ કેળવણી મંડળ સંચાલિત માતૃશ્રી વીરબાઈમાં મહિલા કોલેજ ખાતે શિક્ષકો અને વિદ્યાર્થીનીઓએ સામુહિક રીતે યોગાસનો કરી તન તથા મનને તંદુરસ્ત રાખવા માટે નિત્ય યોગ કરવા સંકલ્પબદ્ઘ થયા હતા.

સામુહિક યોગાસનો અને ધ્યાન ક્રિયાને કારણે પરોઢિયે માતૃશ્રી વીરબાઈ માં મહિલા કોલેજ મેદાનમાં સુંદર, શાંતિમય અને હકારાત્મકત વાતાવરણ ઉભું થયું. અહીં સહભાગીઓ સરળતા અને સહજતાથી યોગ કરી શકે એ માટે સુંદર અને યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. યોગ દિનની વૈશ્વિક ઉજવણીમાં સહભાગી થનાર તમામ પ્રાદ્યાપકો અને વિદ્યાર્થિનીઓમાં ઉત્સાહ પ્રવર્તતો હતો.  કોલેજના પ્રિન્સિપાલ ડો. જયાલક્ષ્મી જાડેજાએ જણાવ્યું હતું કે, યોગથી શરીર સાથે આત્માની પણ શુદ્ઘિ થાય છે. જેથી આજના સ્પર્ધાત્મક વાતાવરણમાં સતત વધતા જતા તાણ અને ટેન્શન સામે લડવાનું અમોધ શસ્ત્ર યોગ છે. સમગ્ર વિશ્રમાં જયારે નકારાત્મકતા વધી રહી છે ત્યારે દેશના વડાપ્રધાનશ્રી મોદીનો યોગ દિવસ મનાવવાનો નિર્ણય એક સમયસુચક પગલું છે. આ પ્રસંગે રાજકોટમાં જાણીતા 'ટ્વિન સિસ્ટર ઓફ યોગ' ગણાતા  શ્રી હેતલ લક્કડ અને શ્રી રીના લક્કડ એ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિતે જણાવ્યું હતું કે, રોજેરોજ યોગ કરવાથી તન-મનની તંદુરસ્તી બરકરાર રહે છે અને વિવિધ પ્રકારના રોગોથી બચી શકાય છે. હવે, યોગને વૈશ્વિક ઓળખ મળી ગઇ છે. ત્યારે, આપણે સૌ યોગને જીવન શૈલી બનાવવીએ. યોગ આપણે જીવનમાં, અભ્યાસમાં તથા કોઈ૫ણ વિકટ પરિસ્થિતિમાં મનને મક્કમ રાખીને ટકી રહેવામાં કે આગળ વધવામાં એક જબરો આત્મવિશ્રાસ પુરો પાડે છે. આ પ્રસંગે સાયન્સ અને હોમ સાયન્સ વિભાગના આચાર્ચ ડો. કે.જે.ગણાત્રા, અંગ્રેજી વિષયના જાણીતા પ્રોફેસર શ્રી ઈરોઝભાઈ વાજા, સપ્તધારાના કો-ઓર્ડીનેટરશ્રીઓ ડો. બી.એન.૫રમાર, શ્રી ગીરાબેન માંકડ, અન્ય પ્રાધ્યાપક શ્રીઓ તથા વિવિધ વિભાગોમાં અભ્યાસ કરતી વિશાળ સંખ્યામાં વિદ્યાર્થિનીઓ હાજર રહી હતી. પ્રસ્તુત તસ્વીરમાં યોગની ઝલક.(૨૩.૧૨)

(3:37 pm IST)