Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ભાવનગર રોડ પટેલ વાડી પાસેથી મોચી વૃધ્ધની મારૂતિ કાર 'છૂ'

રાજકોટ તા. ૨૧: રણછોડનગર-૧ પટેલ વાડી પાછળ રહેતાં વિનોદભાઇ વાલાભાઇ (વાલજીભાઇ) પરમાર (ઉ.૬૧) નામના મોચી વૃધધની મારૂતિ ફ્રન્ટી કાર જીજે૩એબી-૦૨૧૦ રૂ. ૩૫ હજારની કોઇ ભાવનગર રોડ પટેલ વાડી સામે કબ્રસ્તાનની દિવાલ પાસેથી ૧૫/૬ના રાત્રીના અગીયારથી સવારના આઠ સુધીમાં કોઇ ચોરી જતાં બી-ડિવીઝન પોલીસ મથકના એએસઆઇ કે.આર. ચોટલીયાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(1:30 pm IST)