Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ભારત માતા કી જયઃ બહેનોએ પાણીમાં ત્રિરંગો લહેરાવી જલ યોગ કર્યા

રાજકોટઃ  આજે વિશ્વ યોગ દિવસે મ્યુનિ. કોર્પોરેશને વિવિધ સંસ્થાનાં સહયોગથી શહેરનાં સ્વીમીંગમ પુલોમાં પાણીમાં ત્રિરંગો લહેરાવી રાષ્ટ્રગીત ગાયુ હતુ અને ૧ હજાર વધુ બહેનોએ જલ યોગ કર્યા હતા.તે પ્રસંગની તસ્વીરો આ તકે મેયર બીનાબેન આચાર્ય, પુર્વ ડે.મેયર દર્શિતાબેન શાહ, મહીલા અગ્રણી વંદનાબેન નિતિનભાઇ ભારદ્વાજ, પુર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા વગેરે દર્શાય છે.રાજકોટ મહાનગરપાલીકાના લોકમાન્ય તિલક સ્વીમીંગ પુલ (રેસકોર્સ), સરદાર વલ્લભભાઇ સ્વીંમીગપુલ (કોઠારીયા રોડ), મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્વીમીંગ પુલ (કાલાવડ રોડ), સ્વામી વિવેકાનંદ સ્વીમીંગ પુલ (પેડક રોડ) ખાતે એકવા યોગનું આયોજન કરવામાં આવેલ છે. અલ્પાબેન શેઠ તથા વંદનાબેન નિતિનભાઇ ભારદ્વાજે જણાવેલ કે, ગ્રાઉન્ડમાં જે યોગા કરાવવામાં આવ્યા હતા.તે તમામ યોગા બહેનો દ્વારા પાણીની  અંદર કરવામાં આવનાર છે. જેમકે ભદ્રાસન, મકરાસન, વજ્રાસન, શવાસન  તેમજ ખાસ વિશેષમાં ફ્રેસ યોગા કરવામાં આવનાર છે. જેમા બલુન પોઝ, ફીશ પોઝ, લાયન પોઝ, વિગેરે એક વિશેષ હતા.(તસ્વીર સંદિપ બગથરીયા)

(12:02 pm IST)