Gujarati News

Gujarati News

News of Thursday, 21st June 2018

ઢેબર રોડ પર અને સિવિલ હોસ્પિટલમાંથી બેભાન મળેલા બે અજાણ્યા પુરૂષના મોત

વાલીવારસ હોય તો એ-ડિવીઝન અને પ્ર.નગર પોલીસનો સંપર્ક કરવો

રાજકોટ તા. ૨૧: ઢેબર ચોકમાંથી અને સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાંથી બેભાન હાલતમાં મળેલા બે અજાણ્યા પુરૂષના મોત નિપજ્યા છે.

ઢેબર ચોક પાસેથી અજાણ્યા આશરે ૫૦ વર્ષના પ્રોૈઢ બેભાન મળતાં ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મોત નિપજ્યું હતું. બિમારીથી મોત થયાનું ખુલ્યું હતું. પ્રથમ તસ્વીરમાં દેખાતાં મૃતકના વાલીવારસ હોય તો એ-ડિવીઝન પોલીસનો ફોન ૦૨૮૧ ૨૨૨૬૬૫૯ ઉપર સંપર્ક કરવો. પીએસઆઇ કે. એ. જાડેજા વધુ તપાસ કરે છે.

બીજા બનાવમાં સિવિલ હોસ્પિટલ કમ્પાઉન્ડમાં મેલડી માતાજીના મંદિર પાસેથી અજાણ્યા આશરે ૭૦ વર્ષના વૃધ્ધ બેભાન મળતાં સારવાર માટે ખસેડાયા હતાં. પરંતું મોત નિપજ્યું હતું. બીજી તસ્વીરમાં દેખાતા મૃતક વૃધ્ધના વાલીવારસ હોય તો પ્ર.નગર પોલીસનો ફોન ૦૨૮૧ ૨૪૪૬૦૫૫ ઉપર સંપર્ક કરવો. પીએસઆઇ બી. પી. વેગડા અને બાબુલાલ ખરાડી વિશેષ તપાસ કરે છે.

(11:10 am IST)