Gujarati News

Gujarati News

News of Saturday, 21st May 2022

ગુજરાત હાઇકોર્ટ દ્વારા બદલી પામેલ અધિક સેસન્‍સ જજ કેડરના પાંચ એડી.સેસ.જજ રાજકોટમાં : સોમવારે ચાર્જ સંભાળશે

રાજકોટ તા. ર૧ : ગુજરાત હાઇકોર્ટ દ્વારા રાજયભરના જીલ્લા તાલુકા કક્ષાએ સેસન્‍સ જજ કેડરના ન્‍યાયાધીશોની બદલીના હુકમો કરવામાં આવ્‍યા છે.

બદલીના આ હુકમોમાં રાજકોટ ઉપરાંત, જામનગર, ભાવનગર, અમરેલી, જુનાગઢ, અમદાવાદ, વડોદરા, સુરત, સુરેન્‍દ્રનગર, ગાંધીધામ સહિતના જીલ્લા તેમજ તાલુકા કક્ષાએ જજોની બદલીઓ કરવામાં આવી છે.

રાજકોટમાં સેસન્‍સ જજ કેડરના પાંચ જજોની બદલીના હુકમો સામે પાંચ જજોની રાજકોટ ખાતે ટ્રાન્‍સફર પરત કરવામાં આવી છે.

મળતી માહીતી મુજબ આગામી સોમવારે ન્‍યાયાધીશો દ્વારા ચાર્જ સંભાળી લેવામાં આવશે.

રાજકોટના એડી. તેમજ સ્‍પે. પોકસો કોર્ટના જજશ્રી ડી.એ. વોરાની અમદાવાદની સીટી સીવીલ કોર્ટમાં બદલી થયેલ છે.

આ ઉપરાંત પોકસો જજ શ્રી કે.ડી.દવેને પણ અમદાવાદ સીટી સીવીલ કોર્ટ તેમજ બી.કે. દવેને અમદાવાદ રૂરલના જે.ડી. જજ તરીકે મુકેલ છે.

આ ઉપરાંત એડી.સેસ જજ પૂર્વીબેન દવેને વિરમગામ ખાતે મુકવામાં આવેલ છે જયારે શ્રી એચ.એમ. પવારને નડીયાદની સેસન્‍સ કોર્ટમાં મુકવામાં આવેલ છે.

આ ઉપરાંત સિવીલ કોર્ટના ૧૦ થી ૧ર ન્‍યાયાધીશોની બદલીઓ થયેલ છે તેઓની જગ્‍યાએ આગામી સોમવાર કે ટુંક સમયમાં બદલી પામેલ જજો ચાર્જ સંભાળનાર હોવાનું જાણવા મળે છે.

રાજકોટ ખાતે સેસન્‍સ કોર્ટના બદલી પામેલ જજોની જગ્‍યાએ નવા જજો સોમવારથી ચાર્જ સંભાળનાર છે જેમાં કે. ડી. દવે મેડમની જગ્‍યાએ જે.બી. સુથાર (ભરૂચ) ત્‍થા શ્રી વોરાની જગ્‍યાએ એ. વી. હિરપરા રાજકોટ આવેલ છે. જયારે શ્રી પી. એન. દવેની એમ. વી. લોટીયાને રાજકોટ ખાતે મુકવામાં આવેલ છે.

જયારે શ્રી પવાર મેડમની જગ્‍યાએ બી. ડી. પટેલને મુકવામાં આવેલ છે અને શ્રી ડી. કે. દવેની જગ્‍યાએ એડી. સેસન્‍સ જજ, શ્રી એસ. પી. શર્માને મુકવામાં આવેલ છે. જો હિરપરાની કોર્ટ ખાલી થતા તેની જગ્‍યાએ જે. આઇ. પટેલને મુકવામાં આવેલ છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે, સિવીલ અદાલતોમાં ઉનાળુ વેકેશન શરૂ થતાની સાથે ગુજરાત હાઇકોર્ટ દ્વારા જજોની બદલીના હુકમો કરવામાં આવેલ છે.

છેલ્લા બે વર્ષ દરમ્‍યાન કોરાનાના કારણે ન્‍યાયાધીશોની બદલીઓ અટકી પડી હતી. જે કોરોના દુર થતાંજ અને ન્‍યાયાધીશોની મુદ્દતથી પણ વધુ સમય થતાં હાઇકોર્ટે ગુજરાતભરમાં બદલી,બઢતીના હુકમો કર્યાનું જાણવા મળે છે.

(3:18 pm IST)