Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

આજે પાંચ વોર્ડમાં માસ્કનો એક પણ દંડ નહિ

૧૮ પૈકી ૧૩ વોર્ડનાં વિવિધ વિસ્તારમાં ૯૮ લોકો માસ્ક વિના દંડાયાઃ ૧૯ હજારનો દંડ

રાજકોટ, તા., ૨૧: શહેરમાં ફરજીયાત માસ્ક અંગેનાં જાહેરનામાનાં  ભંગ બદલ આજે વધુ ૯૭ લોકો દંડાયા હતા અને રૂ.૨૦૦ લેખે રૂ.૧૯,૪૦૦નો દંડ ભર્યો હતો. શહેરનાં કુલ ૧૮ વોર્ડ પૈકી ૫ વોર્ડમાં તમામ લોકો માસ્ક પહેરી નિકળ્યા હતા.

શહેરમાં કોરોનાના સંક્રમણને પ્રસરતો અટકાવવા રાજકોટ શહેરમાં તમામ લોકો માટે માસ્ક પહેરવું ફરજીયાત જાહેર કરેલ છે, ઘરથી બહાર નીકળનાર વ્યકિતએ મોઢું અને નાક ઢંકાય તે માટે માસ્ક અથવા હાથ રૂમાલ અથવા અન્ય કાપડ મોઢે બાંધવું ફરજીયાત બનશે. આ જાહેરનામાનો અમલ તા. ૧૩ એપ્રિલથી કરવામાં આવ્યા હતો. શહેરમાં મ્યુનિ. કમિશનર દ્વારા જાહેર કરેલ જાહેરનામાનો ભંગ કરવા બદલ એટલે કે માસ્ક અથવા મોંઢું ઢાંકયા વગર નીકળતા દંડાયા હતા. જેમાં વોર્ડ નં. ૧માં ૧૮, વોર્ડ નં. ર માં ૧૧, વોર્ડ નં. ૩માં ૩, વોર્ડ નં. ૪ માં ૪, વોર્ડ નં. પ માં ૮, વોર્ડ નં. ૬ માં ૦, વોર્ડ નં. ૭ માં પ, વોર્ડનં. ૮ માં ૦, વોર્ડ નં. ૯ માં ૧ર, વોર્ડ નં. ૧૦માં ર, વોર્ડ નં. ૧૧ માં ૧૦, વોર્ડ નં. ૧ર મા ૦, વોર્ડ નં. ૧૩ માં ૪, વોર્ડ નં. ૧૪ માં ૩, વોર્ડ નં. ૧પમાં ૦, વોર્ડ નં. ૧૬ માં ૬, વોર્ડ નં. ૧૭ માં ૧૧ તથા વોર્ડ નં. ૧૮માં ૦ સહીત કુલ ૯૭ લોકોએ રૂ. ૧૯૪૦૦નો દંડ ભર્યો હતો. 

હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ જાહેરનામાંનો અમલ કરાવવા માટે મનપાના વિવિધ કેટેગરીના અધિકારીઓને સત્તા સુપરત કરવામાં આવી છે. જેમાં આસીસ્ટન્ટ મેનેજર, વોર્ડ ઓફિસર, સેનેટરી ઇન્સ્પેકટર, સેનેટરી સબ ઇન્સ્પેકટર એસ્ટેટ ઇન્સ્પેકટર, તેમજ લાઈવ સ્ટોક ઇન્સ્પેકટરને સત્તા સુપરત કરી શહેરના વિવિધ પોઈન્ટસ પર ફરજ સોંપવામાં આવી છે.

અત્રે નોંધનીય છે કે મ્યુ. કોર્પોરેશન દ્વારા ફરજીયાત માસ્ક અંગેના જાહેરનામાના ભંગ બદલ રૂ. ૧૦૦૦ અને રૂ. પ૦૦૦નો દંડ વસુલવામાં આવતો હતો. પરંતુ઼ રાજય સરકાર દ્વારા  માસ્કનો દંડ રૂ. ર૦૦ વસુલવા નકકી કરવામાં આવ્યો છે ત્યારે મ્યુ. કોર્પોરેશન દ્વારા માસ્ક વિના નિકળતા લોકોને રૂ. ર૦૦નો દંડ ફટકારવામાં આવે છે.

(3:49 pm IST)