Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

'હું પણ કોરોના વોરીયર' અભિયાનમાં લોકો સ્વયંભુ જોડાયઃ ભંડેરી-ભારદ્વાજ-મિરાણી

રાજકોટ તા.ર૧: ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગ્રણી નિતિન ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની સંયુકત યાદીમાં જણાવાયું છે કે દેશમાં કોરોના વાઇરસની મહામારીના પગલે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની ભાજપ સરકાર તેમજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકાર દ્વારા કોરોના વાયરસના નિયંત્રણ કામગીરી માટે અનેકાનેક અસરકારક પગલા લેવામાં આવી રહ્યા છ.ે

રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા ધંધા-રોજગારને વધુ નુકસાન ન થાય તે માટે લોકડાઉન-૪ માં દુકાનો સવારે ૮ થી ૪ વાગ્યા સુધી ચાલુ રાખવાની છુટછાટ આપેલ છે ત્યારે રાજયનો નાગરીક સ્વયંશિસ્ત જાળવી કોરોના સામે ના આ જંગમાં સંપૂર્ણ સતર્કતા દાખવે અને પોતાની તથા સમાજની સ્વસ્થતા માટે કટિબદ્ધ બને તે માટે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા એક સપ્તાહ સુધી 'હું પણ કોરોના વોરિયર' અભિયાનનો પ્રારંભ કરવામાં આવેલ છે.

આ અભિયાનને સાર્થક બનાવવા વડીલો બાળકો ઘરમાં જ રહીને સ્વસ્થ રહે, કોઇપણ જરૂરી કામ વગર બહાર ન નીકળે અને બહાર નીકળવા સમયે માસ્ક અચુક પહેરે, બહાર નીકળીને 'દો ગજ દુરી' એટલે કે સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરે, દરેક નાગરીક પોતાની રોગ પ્રતિકાર શકિત વધે તેનું ધ્યાન રાખે અને એક જાગૃત નાગરીક તરીકેનું કર્તવ્ય નિભાવે તેવી અપીલ ગુજરાત મ્યુનીસીપલ ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, પ્રદેશ ભાજપ અગરણી નિતીન ભારદ્વાજ, શહેર ભાજપ  પ્રમુખ કલમેશ મિરાણી, મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે સંયુકત યાદીમાં  કરેલ છે.

(3:46 pm IST)