Gujarati News

Gujarati News

News of Thursday, 21st May 2020

કુવાડવા પોલીસ સ્ટેશનમાં અરજદારોને ઇન્ટરકોમથી સાંભળવા વ્યવસ્થા

ફરજીયાત થર્મલ સ્ક્રીનિંગ,સૅનેટાઇઝ સહિતની સુવિધા : ઈમેલથી અરજી સ્વીકારાશે

રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ તથા સયુંકત પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ તથા  ડી.સી.પી.ઝોન-૧ રવી મોહન સૈનીની સુચના મુજબ અને એ.સી.પી. એસ.આર.ટંડેલના સીધ્ધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશનના અંદરના ભાગે પ્રવેશ ન કરે અને કોરોના વાયરસનું સંક્રમણ ફેલાય નહીં જેથી પો.સ્ટેમાં પ્રવેશ ન કરે અને સોશ્યલ ડિસ્ટસીંગ નુ પુરેપુરુ પાલન થાય તેવા હેતુથી કુવાડવારોડ પોલીસ સ્ટેશનમા અરજદારોને ઇન્ટરકોમથી સાંભળવા માટેની વ્યવસ્થા કરવામા આવેલ છે

 ઉપરાંત અરજદારોની  રજુઆત સાંભળવાની વ્યવસ્થા કરવામા આવેલ છે.તેમજ ફરજીયાત થર્મલ સ્કીનીગ કરવામા આવે છે.તેમજ સેંનેટાઈઝરથી તેના હાથ સેનેટાઈઝ કરવામા આવે છે.તેમજ અરજદારો દ્વારા અરજી આપવામા આવે તો તે પણ સેનેટાઈઝર સ્પ્રેથી સેનેટાઈઝ કરવામા આવે છે.તેમજ અરજદારોએ ફરજીયાત માસ્ક પહેરીને જ પો.સ્ટે.મા પ્રવેશ આપવામા આવે છે.તદ્દઉપરાંત સોશ્યલ ડીસ્ટસીંગમાં અરજદારો બેસી રહે તે રીતે બારીથી બહારના ભાગે ખુરશીઓની પણ વ્યવસ્થા કરવામા આવેલ છે. તથા પાણી સહીતની વ્યવસ્થા કરવામા આવેલ છે.તદ્દઉપરાંત જો અરજદાર ઈમેલથી અરજી કરી શકે તેમ હોય તો ઈમેલ એડ્રેસના પણ બોર્ડ તથા સુચનો લખવામા આવેલ છે.

(10:33 pm IST)