Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

લલિતભાઇ કગથરા પરિવારને સાંત્વના પાઠવતા મધુસુદન મીસ્ત્રી સહિતનાં કોંગી આગેવાનો

રાજકોટ : કોંગ્રેસનાં ધારાસભ્ય લલિતભાઇ કગથરાનાં યુવાન પુત્ર વિશાલનું અકસ્માતે નિઃધન થયું છે. ત્યારે કગથરા પરિવાર પર આવી પડેલ દુઃખમાં સહભાગી થવા આજે કોંગ્રેસનાં દિગ્ગજ નેતા મધુસુદન મીસ્ત્રી રાજકોટ આવ્યા હતા અને લલિતભાઇના નિવાસસ્થાને જઇને તેઓને ત્થા તેમનાં પરિવારજનોને સાંત્વનાં પાઠવી હતી. તે વખતની તસ્વીર આ તકે ગુજરાત ઓ.બી.સી. પ્રમુખ ઘનશ્યામભાઇ ગઢવી, મહામંત્રી રામભાઇ સોલંકી રાજેન્દ્રસિંહ કુપાવત સહિતનાં કોંગી અગ્રણીઓએ પણ ઉપસ્થિત રહી સ્વ. વિશાલને શ્રધ્ધાંજલી પાઠવી હતી.

(3:58 pm IST)