Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

રાજપૂત કરણી સેનાનું સ્નેહમિલન યોજાયુ

ભારતીય ક્રિકેટ ટીમના ઓલ રાઉન્ડર રવિન્દ્રસિંહ જાડેજા તથા કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ મહિપાલસિંહજી મકરાનાની ઉપસ્થિતિ : ગુજરાત પ્રદેશ પ્રભારી પદે જે.પી.જાડેજાની વરણી

તસ્વીરમાં કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિપાલસિંહજી, ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા, તેના પત્ની રીવાબા જાડેજા પ્રવચન આપતા દ્રશ્યમાન થાય છે. નીચેની તસ્વીરમાં જે.પી.જાડેજાને પ્રભારી પદની જવાબદારી સુપ્રત કરતા રાષ્ટ્રીય પ્રમુખ મહિપાલસિંહજી અને ક્રિકેટર રવિન્દ્રસિંહ જાડેજા તથા ઉપસ્થિત મહિલાઓ નજરે પડે છે.

રાજકોટ તા. ૨૧ :  રાજપૂત કરણીસેના ગુજરાત (મહિલા પાંખ) આયોજીત કરણી સેનાના તમામ હોદેદારોનુ હોટેલ ફન રેસિડેન્સીમા સ્નેહમિલન યોજાયુંઙ્ગહતું.

આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે જાણીતા ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્રસિંહ જાડેજા, રાજપૂત કરણીસેના ના રાષ્ટ્રીય પ્રમુખ મહિપાલસિંહ મકરાના, ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રીવાબા જાડેજા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ અન્ય મહેમાનોમા રાજકોટ રાજ પરીવારમાંથી માંધાતાસિંહજી જાડેજા, પ્રવીણસિંહજી સોળીયા, યશવંતસિંહજી રાઠોડ, હરીચન્દ્રસિંહજી માખાવળ, રાજકોટ ડી.સી.પી મનોહરસિંહ જાડેજા, દૈયવતસિંહજી ચાંદલી, ડો.દિગ્વિજયસિંહજી જાડેજા, ડો. જીગરસિંહ જાડેજા, પ્રદેશ પ્રમુખ લક્કીરાજસિંહ ઝાલા, પ્રદેશ મહાસચિવ જે.પી.જાડેજા, પ્રદેશ ઉપ પ્રમુખ ધર્મેન્દ્રસિંહ (પિન્ટુભાઈ ખાટડી),ઙ્ગ સંગઠન મંત્રી દોલુભા જાડેજા, પ્રદેશ ઉપ પ્રમુખ વિરભદ્રસિંહ જાડેજા, રાજભા સતુભા ધ્રોલ, અશ્વિનસિંહ સરવૈયા ભાવનગર ,ધર્મેન્દ્રભાઈ ભગત, રામેન્દ્રભાઈ વાળા, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, કચ્છ જીલ્લા પ્રમુખ ચેતનાબા જાડેજા જામનગર જીલ્લા પ્રમુખ રીટાબા જાડેજા ટીમ, રાજકોટ જીલ્લા પ્રમુખ માયાબા જાડેજા ટીમ જાડેજા વેગેરે હાજર રહ્યા હતા.

કાર્યક્રમનો મુખ્ય હેતુ રાજપૂત કરણી સેનાના સંગઠનને કેમ મજબૂત બનાવું અને ક્ષત્રીય સમાજ વિવિધ પ્રશ્નો માટે કેવી રીતે મદદ રૂપ થવું તેના વિષે ચર્ચાઓ થઈ હતી. ગુજરાત પ્રદેશ પ્રવકતા ક્રિપાલસિંહ ઝાલાએ શ્રી રાજપૂત કરણી સેનાની સ્થાપનાથી લઈ કરણી સેનાના ઉદેશો અને કરણી માતાના નામ ઉપર સંગઠન નામ વિષે મહત્વની ઐતિહાસીક માહિતીઓ આપી હતી.

આ કાર્યક્રમમા સંગઠનને વધુ મજબૂત બનાવવા રાજપૂત કરણી સેનાના જે.પી.જાડેજાને મહિપાલસિંહ મકરાના તેમજ રવિન્દ્ર જાડેજાના હસ્તે ગુજરાત પ્રદેશ પભારીની મહત્વ ની જવાબદારી સોંપવામાં આવીઙ્ગ સાથે ગુજરાત પ્રદેશ મહિલા પ્રમુખ રીવાબા જાડેજા હસ્તે વંદનાબા ખાચર સૌરાષ્ટ્ર પ્રમુખ, બીનાબા જાડેજા ભાવનગર પ્રમુખ, સુલેખાબા જાડેજા ગોંડલ પ્રમુખ , છાયાબા જાડેજા ગોંડલ ઉપ પ્રમુખ, કિશોરીબા ઝાલા રાજકોટ સંરક્ષક, નિર્મળકુંવરબા વાઘેલા વડોદરા પ્રમુખ, વીણાબા ઝાલા ગાંધીનગર પ્રમુખ, નીતાબા ઝાલા સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ, ભાવનાબા ઝાલા સુરેન્દ્રનગર શહેર પ્રમુખ ના હોદાઓ એનાયત કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમમા સમગ્ર ગુજરાત - સૌરાષ્ટ્રભરમાંથી રાજપૂત કરણી સેનાના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમનુ સંચાલન વર્ષાબા જાડેજા થતા ક્રિપાલસિંહ ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા  રાજપૂત કરણી સેના રાજકોટના રણજીતસિંહ જાડેજા, કૃષ્ણસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા, સત્યેન્દ્રભાઈ ખાચર, શિવરાજભાઈઙ્ગ ખાચર, ચન્દ્રદીપસિંહ જાડેજા ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ઇતિરાજસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ ઝાલા, મનોહરસિંહ રાણા, હરપાલસિંહ રાણા, દિલીપસિંહ ઝાલા, અજયસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા યશપાલસિંહ જાડેજા તથા મહિલા ટીમના માયાબા જાડેજા, ડો.અનુષ્કાબા જાડેજા અને એમની ટીમ એ ખૂબ જહેમત ઉઠાવી હતી.

(3:54 pm IST)
  • ભાજપ કેરળમાં જીતતી નથી, કારણ કે ત્યાં શિક્ષીત લોકો છે અંધભક્ત નહિં:ભાજપના બાગી સાંસદ ઉદિતરાજનો આકરો પ્રહાર : ઉત્તર પશ્ચિમ દિલ્હીથી ફરી ટીકિટ ન મળતા ભાજપનાં અસંતુષ્ટ સાંસદ ઉદિત રાજે ભાજપ પર હલ્લાબોલ કર્યો :ઉદિત રાજ હવે કોંગ્રેસનો હિસ્સો છે,. 2014માં આ સીટ પરથી ઉદિત રાજે ભાજપનાં બેનર હેઠળ ચૂંટણી લડીને જીત્યા હતાં. એક્ઝિટ પોલ જાહેર થયા બાદ તેમણએ ટ્વિટ કરીને બીજેપી પર હુમલો કર્યો હતો access_time 12:52 am IST

  • નવજોતસિંહ સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંને પાર્ટીઓને અપમાનિત કરી : હવે ઇમરાનની પાર્ટી જોઇન કર્યા સિવાય કોઇ વિકલ્પ નથી: અનિલ વિજનો વ્યંગ:હરિયાણા સરકારના સ્વાસ્થય અને રમત મંત્રી અનિલ વીજે કોંગ્રેસ નેતા નવજોત સિંહ સિદ્ધુ પર નિશાન સાધ્યું :વીજે કહ્યું કે, સિદ્ધુએ ભાજપ અને કોંગ્રેસ બંન્ને પાર્ટીઓને અપમાનીત કરી છે. એવામાં તેની પાસે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનની પાર્ટી તહરીક એ ઇંસાફમાં જવાનો જ વિકલ્પ બચે છે access_time 12:34 am IST

  • કર્ણાટકના મુખ્યમંત્રી કુમારસ્વામીને મળવા પહોંચ્યા કોંગ્રેસના મહાસચિવ વેણુગોપાલ : જેડીએસના સંરક્ષક એચડી દેવગૌડા અને કુમારસ્વામી ઈવીએમ મુદ્દે વિપક્ષી નેતાઓની બેઠકમાં ઉપસ્થિત નહિ રહેતા તાબડતોડ વેણુગોપાલે કુમારસ્વામીસ સાથે મુલાકાત કરી :કર્ણાટક સરકાર સબંધી પણ વાતચીત કરી access_time 1:10 am IST