Gujarati News

Gujarati News

News of Tuesday, 21st May 2019

પ્રજ્ઞાચક્ષુ બહેનોએ મેદાન માર્યુઃ પારેખ અંધ મહિલા વિકાસ ગૃહનું ૧૦૦ ટકા પરીણામ

રાજકોટ,તા.૨૧: માર્ચ- ૨૦૧૯માં માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવાયેલ ધો.૧૦ની પરિક્ષામાં શ્રી વી.ડી.પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ રાજકોટના કુલ છ પ્રજ્ઞાચક્ષુ બહેનો પ્રથમ પ્રયાસે સફળ જાહેર થતાં સંસ્થાનું ૧૦૦ ટકા પરીણામ આવ્યું છે. શ્રી મહારાણી લક્ષ્મીબાઈ કન્યા વિદ્યાલયના આચાર્યશ્રી અને સર્વે શિક્ષકોનો સહયોગ મળેલ.

સફળ જાહેર થયેલ પ્રજ્ઞાચક્ષુ બહેનોના નામ આ મુજબ છે. ચુડાસમા ક્રિષ્ના ગોરધનભાઈ ૭૦.૪૦ ટકા, મોખરા વૈશાલી મનોજભાઈ ૬૩ ટકા, કાંબરીયા વર્ષા હમીરભાઈ ૬૨.૬૦ ટકા, વાજા કાજલ દિનેશભાઈ ૫૫.૬૦ ટકા, મુછડીયા સરોજ રમેશભાઈ ૫૩.૮૦ ટકા, સોલંકી હેતલ ડાયાભાઈ ૫૩.૪૦ ટકા. આ પ્રજ્ઞાચક્ષુ બહેનોનાં લહિયા તરીકે કડવીબાઈ કન્યા વિદ્યાલયના ધો.-૯માં અભ્યાસ કરતાં બહેનોએ સેવાઓ આપી હતી. તેમ સંસ્થાના માનદમંત્રી ડો.પી.જે.મંકોડીની યાદી જણાવે છે.

(3:25 pm IST)